તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:થાનમાં ચાલતા બ્રીજનું કામ ઝડપી પૂરું કરાવડાવો

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનગઢ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચિફઓફિસરે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી હતી. - Divya Bhaskar
થાનગઢ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચિફઓફિસરે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી હતી.

થાનગઢ પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસરે મુખ્ય મંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં થાનમાં ગોકળગતીએ ચાલતા બ્રીજનું કામ ઝડપથી પુર્ણ કરાવવા અંગે માંગ કરી હતી. જ્યારે રાજીવગાંધી આવાસ યોજના, એસ.ટી બસ, સફાઇ કામદાર ગ્રાન્ટ હપ્તા સહિત પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. થાનગઢન શહેર અને વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નોને લઇ થાન નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર, થાનગઢ ચીફ ઓફિસર ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેબીનેટ મંત્રી કુંવરજી ભાઇ બાવળીયાની મુલાકાત લીધી હતી.

જેમાં અંદર રાજીવ ગાંધી આવાસ યોજનાના એસ.ટી સફાઈ કામદાર ગ્રાન્ટના હપ્તા ઘણા સમયથી બાકી છે તે આપવા, થાનગઢ ની અંદર પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ હોવાથી મીઠા પાણીનું નરસી યોજનાનું ઘરે-ઘરે મીઠું પાણી પહોંચાડવા માટે આઠ કરોડ આઠ કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ મંજૂર થયો છે તાત્કાલિક કામ ચાલુ કરવા રજૂઆત કરી હતી.

જ્યારે થાન શહેરના મુખ્ય પ્રશ્ન બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી અને ઝડપીમાં ઝડપી કામ પૂરું થાય તે માટે સીએમ પાસે માંગ કરવામાં આવી હતી.જ્યારે રાજીવગાંધી આવાસ યોજના, એસ.ટી બસ, સફાઇ કામદાર ગ્રાન્ટ હપ્તા સહિત વિવિધ સુવિધાઓ અંગેની અનેક પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...