ધરપકડ:સુરેન્દ્રનગર અને થાનમાં વિદેશી દારૂના દરોડા, 6.66 લાખથી વધુના મુદ્દામાલ સાથે 7 ઝડપાયા

થાનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર અને થાનમાંથી 4, રતનપર બાયપાસ રોડ પરથી 3 શખ્સ પકડાયા
  • થાન તરણેતર રોડ પર કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

સુરેન્દ્રનગર અલંકાર રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર લઇ પસાર થઇ રહેલા બે શખ્સોને આરઆર સેલની ટીમે, તેમજ રતનપર બાયપાસ રોડ અને થાન તરણેતર રોડ પરથી સ્થાનિક પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કુલ ત્રણ દરોડામાં વિદેશી દારૂ, કાર અને મોબાઇલ સહીત રૂપિયા 6.66 લાખથી વધુના મુદ્દામાલ સાથે 7 શખ્સોને ઝડપી લીધા હતા.સુરેન્દ્રનગર : અલંકાર રોડ પર રાજકોટ આરઆર સેલના લક્ષ્મણસિંહ ઝાલા, દિપસિંહ ચિત્રા, દશરથસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલાએે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કારને અટકાવી તલાશી લેતા કારમાંથી 34 વિદેશી દારૂની બોટલો, બે મોબાઇલ ફોન અને કાર સહીત કુલ રૂપિયા 2,43,000 ના મુદ્દામાલ સાથે સિધ્ધરાજસિંહ કીરીટસિંહ ડોડીયા અને મહાવિરસિંહ સબળસિંહ ગોહીલને ઝડપી લીધા હતા. જેમની પુછપરછ દરમિયાન ચાણપરના ગોપાલસિંહ પરમારે વિદેશી દારૂનો જથ્થો આપ્યો હોવાની કબુલાત કરી હતી.

થાન : થાન તરણેતર રોડ પર આવેલ કાચામાલના કારખાનામાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે થાન પીઆઇ ડી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.જી.પરમાર, રૂપાભાઇ, આલાભાઇ સહીતની ટીમે દરોડો કર્યો હતો. જેમાં વીજયભાઇ જેઠસુરભાઇ ખાચર અને કનુભાઇ જેઠસુરભાઇ ખાચરના કાચા માલના કારખાનામાં આવેલી ઓરડીમાંથી 699 વિદેશી દારૂની બોટલો અને 198 બીયરના ટીન સહીત કુલ રૂપિયા 2,21,700 ના મુદ્દામાલ સાથે બન્ને શખ્સોન઼ે ઝડપી લઇ આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, અગાઉ લાવીને વેચાણ કરેલું કે કેમ તે સહીતની વધુ તપાસ હાથ છે.

રાજકોટ તરફ જતી કારમાંથી 35 ચપલા જપ્ત
જોરાવરનગર પોલીસ મથકની ટીમ મેકસન સર્કલ પાસે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. ત્યારે રતનપર બાયપાસ તરફથી આવી રાજકોટ તરફ જતી કારને રોકી તલાશી લેવાઇ હતી. જેમાં રઘુવીરસિંહ જીતુભા પરમાર, મહેશ હમીરભાઇ સીંધવ અને ઘનશ્યામસિંહ ભવાનસિંહ વિદેશી 35 ચપલા સાથે પકડાયા હતા. પોલીસે 4025નો દારૂ, 5 હજારનો મોબાઇલ અને 2 લાખની કાર સહિત 200925નો મુદ્દામાલ કબજે કરી હેમદીપ મારવણીયા તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...