તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:થાનમાં ગટરની સફાઇના અભાવે ગટર માર્ગ પર ચાલવા મજબૂર

થાન8 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાન વોર્ડ નં.2 વિસ્તારના લોકો પાલિકા કચેરીએ ગંદા પાણીના નિકાલ બાબતે રજૂઆત કરવા ધસી ગયા હતા. - Divya Bhaskar
થાન વોર્ડ નં.2 વિસ્તારના લોકો પાલિકા કચેરીએ ગંદા પાણીના નિકાલ બાબતે રજૂઆત કરવા ધસી ગયા હતા.
  • 2-2 ફૂટ ગટરનાં પાણીમાં મચ્છરોનો ત્રાસ છે: રહીશો

થાનમાં ખુલ્લી ગટરનોથી છુટકારો લોકોને મળે માટે ભૂગર્ભ ગટરની સુવિધા કરી અપાઇ છે. પરંતુ તેની યોગ્ય સફાઇના અભાવે આ સુવિધા દુવિધા જેવી બની રહી છે. જેનો તાર્દશ નમૂનો શહેરનું વોર્ડ નં.2 અહીં 150 મકાનમાં 1200થી વધુ લોકો વસે છે.અહીંની ભૂગર્ભ ગટરની સફાઇ ન થતા ચોકઅપ થવાથી ગંદા પાણી રસ્તા પર ફરી વળતા પસાર થવાનો માર્ગ ગટર માર્ગ બની ગયો છે. આથી રોષે ભરાયેલ લોકો પાલિકા રજૂઆત માટે ધસી ગયા હતા. આ અંગે અમિતભાઇ પ્રજાપતિ, મુકેશભાઇ પ્રજાપતિ સહિતનાઓએ જણાવ્યું ભૂગર્ભ ગટરની સફાઇની છેલ્લા 3 વર્ષથી સમસ્યા છે.આથી ગટરના ગંદા પાણી ઉભરાઇ બે બે ફૂટ જેટલા રસ્તા પર ભરાયા છે.

જેમાંથી લોકોને પસાર થવું પડતું હોવાથી ચામડીના રોગ અને આમાં માખી મચ્છરનો ઉપદ્રવરહેતો હોવાથી રોગચાળો ફેલાય તેમ છે.આથી અમો પાલિકા રજૂઆત કરવા ગયા પણ ચીફ ઓફિસર કે ચૂંટાયેલ કોઇ પ્રતિનિધિ હાજર ન હોવાથી એક કલાક સુધી અમારે રઝળપાટ કરવો પડ્યો હતો. આ અંગે થાન પાલિકાના પ્રમુખ લીનાબેન ડોડિયાએ જણાવ્યું કે લોકોની આ સમસ્યા ધ્યાને લઇ તાત્કાલિક સફાઇ કરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...