હાલાકી:આખરે થાન-વગડીયા રોડ પરનો અતિ જર્જરીત પુલ વાહનની અવર-જવર માટે બંધ કરાયો

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થાન-વગડીયાનો જર્જરીત પુલ લોકોના અવર જવર માટે બંધ કરાયો. - Divya Bhaskar
થાન-વગડીયાનો જર્જરીત પુલ લોકોના અવર જવર માટે બંધ કરાયો.
  • તંત્રે માત્ર થીગડાં મારી સંતોષ માન્યો હતો, અનેક વાહનો પસાર થતાં હોવાથી અકસ્માતનો ભય રહેતો
  • પુલ પાસે કાચાને બદલે પાકું ​​​​​​​ડાઇવર્ઝન આપવા સ્થાનિકોની ઉગ્ર માગણી

થાનગઢ-વગડીયા રોડ પર આવેલુ પુલ અતિ જર્જરીત થઇ ગયો હતો. પરંતુ અહીં તંત્રે થીગડા મારી અને નીચે પીલર મુકી સંતોષ માન્યો હતો. અહીં અનેક ભારે વાહન નિકળતા હોવાથી અકસ્માતના ભયના અહેવાલ પ્રગટ થયા હતા. ત્યારે હાલ પુલ બંધ કરાયો છે પરંતુ કાચા ડાઇવર્ઝનને લઇ વાહન ચાલક પરેશાન થઇ રહ્યા છે.

મોરબીની પુલ દુર્ધટના બાદ તંત્ર હવે જર્જરીત પુલો પરથી વાહન પસાર થવાનું બંધ કરાવવામાં આવી રહ્યુ છે ત્યારે થાનગઢ-વગડીયા રોડ પર એક પુલ આવેલો છે. જ્યાંથી થાનગઢથી ખાખરાળી, રાવરાણી, ચાંદરેલીયા, ચોરવીરા, ખાખરાળા, વગડીયા, મુળી, સુરેન્દ્રનગર જવાનો એક માત્ર પુલ છે.

પરંતુ ત્રણ માસથી વધુ સમયથી બિસ્માર જર્જરીત બની ગયો હતો. અહીં તંત્રે થીગડા મારી અને નીચે પીલર બનાવી કામ કર્યાનો સંતોષ માની લીધાના અહેવાલો પ્રગટ થયા હતા. હાલ આ પુલ લોકોની અવર જવર માટે બંધ કરાયો છે. પણ કાચા ડાઇવર્ઝનથી સમસ્યા જેમની તેમ જ રહ્યાનો ઘાટ સર્જાયો છે.

આ અંગે પાંચાલ સીરામીકેશન પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, શાંતિલાલ પટેલ, પ્રભુદાસ પ્રજાપતિ, દિનુભાઈ ભગતે જણાવ્યું કે આ પુલ થાનને સુરેન્દ્રનગર, મૂડી અને 25થી પણ વધારે ગામડાને જોડે છે. ઘણા સમયથી ખરાબ થઈ ગયો હતો. અનેક વખત રજૂઆત કરવામાં આવતાં નીચેની સાઈડમાં 2 ટેકા મારીને લાકડાનો સપોર્ટ મૂકવામાં આવ્યો હતો.

જેની થાનગઢના જાગૃત નાગરિક દ્વારા આ પુલ ઉપર મોટી દુર્ઘટના ન બને તેના માટે કાર્યવાહીની માગ ઉઠી હતી. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશીત કરાયો હતો. જેની મોટી અસર થઈ હતી. મોરબીના પુલની દુર્ઘટના જેવી ઘટના ન બને તે માટે બંને સાઈડ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...