રજૂઆત:કૃષિ ધીરાણ પરત કરવાની મુદ્દત વધારો: થાન કોંગ્રેસ, મામલતદાર કચેરીમાં આવેદન પાઠવાયું

થાનગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન કોંગ્રેસ સમિતિ દ્વારા આર્થિક મુશ્કેલી ભાેગવતા વર્ગની સમસ્યાને વાચા આપવા આવેદન અપાયું છે. જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઇ ગાંગડીયાની આગેવાની કોંગી આગેવાનોએ મામલતદારને લેખીત આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે મધ્યમવર્ગના લોકોને જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે આથી સરકાર દ્વારા માર્ચથી જૂન સુધીના વીજબીલ, પાણીવેરા, હાઉસટેક્સ  માફ કરવામાં આવે તેમજ ખાનગી શાળાઓમાં પ્રથમ સત્રની ફી માં રાહત આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ ખેડૂતોને કૃષિ ધીરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે, ખેડૂતોને પાકધીરાણનું વ્યાજ માફ કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...