થાનગઢ વોર્ડ નંબર.1 વિસ્તારમાં અંદર સ્કૂલ અને સિરામિક એકમો આવેલા છે. આથી અહીં મજૂર વર્ગ વધારે રહે છે.આ વિસ્તારમાં લોકો ગંદકીથી પરેશાન હોવાથી પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી. પરંતુ પણ ભૂગર્ભ ગટરને નિયમીત સાફ કરવા કોઇ ન આવતા ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જવાની સમસ્યા વકરી છે.
જેના કારણે તેમાંથી લોકોને પસાર થવુ પડે છે. આ અંગે વિસ્તારના કેડી ઝાલા, સુરેશભાઈ રજપૂત, કરસનભાઈ કોળી, હકાભાઇ બાબરે જણાવ્યુ કે ભુગર્ભ ગટર સાફ ન થતા ઘરમાંથી મોટર મૂકીને પોતાના ઘર પાસે સ્વચ્છ રહે એટલા સતત પાણી ખેંચે છે. ભૂગર્ભ ગટરના જોડાણ લોકોએ હાથે આપેલ છે.
અને જાગૃતતા ના અભાવે આ ગટરની અંદર ચાલી અને ગટરનું પાણી જે ચાલે પણ લોકો પ્લાસ્ટિક બોટલો એઠવાડ નાખતા હોય છે.અહીં સ્કૂલના પાછળની ભાગમાં શોચાલયનું પાણી ભૂગર્ભ ગટર ઉભરાઈને શેરીઓમાં નીકળતા દુર્ગંધ અને રોગ ચાળાનો ભય છે. બાળકો સ્કૂલમાં ભણતા હોય એમને સતત દુર્ગંધ ચાલુ રહેશે આમાં અભ્યાસ કરવાનો રહે છે.જેની પાલિકામાં પણ અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.