તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગૌચરની જમીનમાં ચાલતુ ગેરકાયદે કોલસાનું ખોદકામ અટકાવવા માગ

થાન24 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢ માલધારી સમાજના લોકોએ મામલતદાર અને પીઆઇને આવેદન પાઠવ્યુ હતુ. - Divya Bhaskar
થાનગઢ માલધારી સમાજના લોકોએ મામલતદાર અને પીઆઇને આવેદન પાઠવ્યુ હતુ.
  • માલધારી સમાજે મામલતદાર અને PIને આવેદન પાઠવ્યું
  • કાર્યવાહી નહીં કરાયતો કલેક્ટર કચેરીમાં રજૂઆતની ચિમકી અપાઇ

થાનગઢમાં ગૌચર જમીનમાં માથાભારે શખ્સો ગેરકાયદેસર ખનન થતુ હોવા છતા કાર્યવાહી નથતા રોષેભરાયેલા માલધારીઓએ મામલતદાર અને પીઆઇને આવેદન પાઠવ્યુ હતુ. જેમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહીની માંગ કરી હતી. જો તેમ નહીં કરાય તો કલેક્ટરને રજૂઆતની ચિમકી આપી હતી.

થાનગઢ મામલતદાર અને પીઆઇને મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિત ઉચ્ચ અધિકારીઓને સંબોધી માલધારી સમાજના પુંજાભાઇ પરમાર, ઉગભાઇ પરમાર, નારણભાઇ પરમાર, હરીભાઇ પરમાર સહિતનાઓએ આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યા મુજબ જુનાભરવાડવાસ થામાં રહી ખેતીવાડી અને પશુપાલન કરી ગુજરાન ચલાવીએ છીએ.

પરંતુ સરકારીગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ભુમાફીયાઓએ કબજો જમાવી ખોદકામ કરી કોલસો વેચે છે પણ આજસુધી તેમની સામે એફઆઇઆર નોંધાઇ નથી કે ધરપકડ કરાઇ નથી. ગેરકાયદે ખોદકામ બંધ કરાવી તેની સાથે સંકળાયેલા શખ્સો સામે એફઆઇઆર નોંધવા માંગ કરાઇ હતી. જો તેમ નહીં કરાય તો આગામી સમયમાં કલેક્ટરને આવેદન આપવાની ચિમકી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...