થાનગઢની મારૂતીનંદન સોસાયટી પાસે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ખૂંટિયો ખાબક્યો હતો.તેને લોકોની મદદથી બહાર કાઢવા પ્રયાસ કરાયો પરંતુ ત્યાં સુધીમાં મોત થયું હતું. અહીં કોઇ બીજો અકસ્માત સર્જાય પહેલાં ભૂગર્ભ ગટર ઢાંકણુ મુકવા લોકમાગ ઊઠી છે.
થાનગઢમાં લોકોની સુખાકારીમાટે પાલિકએ વર્ષ 2015માં રૂ.82 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર નાખવામાં અવી હતી. પરંતુ ભૂગર્ભ ગટર સુખાકારી બદલે દુખાકારી બનતી જાય છે. ગામમાં ભૂગર્ભ ગટરોને ઢાંકણા ન હોવાની અનેક ફરિયાદો ઊઠી છે. ત્યારે થાન વોર્ડ નં.1માં મારૂતી નંદન સોસાયટી પાસે ખુલ્લી ગટરમાં ખૂંટિયો ખાબક્યો હતો.
લોકોએ વાહન બોલાવી બહાર કાઢ્યો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું હતું. નગરપાલિકાના કર્મચારી દ્વારા ખૂંટિયાને બહાર કાઢ્યો પણ 12 કલાકથી પણ વધારે અંદર ગુંગળાઇ જતા મોત થયું છે. આ મેઇન રોડ પર ભૂગર્ભ ગટરના અનેક ઢાંકણાઓ ખુલ્લા છે અહીં રોજ 3000 માણસ અવરજવર કરતા હોવાથી મોટો એક્સિડન્ટ થાય પહેલા ઢાંકણા મૂકવા માગ છે.
આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયાએ જણાવ્યું કે ઘટનાની જાણ થતા માણસ મોકલી આપ્યા હતા. ટેન્ડર મેળવનાર એજન્સીને તપાસ કરવા અને તાત્કાલિક જ્યાં કામ ચાલુ હોય ત્યાં ભૂગર્ભ ગટરના ઢાંકણા પાસે આડશ મૂકવા સૂચના અપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.