રજૂઆત:ગેસનો ભાવવધારો અને ગેસ કેલેરી વેલ્યુ ઓછી થતાં નુકસાન થાય છે

થાન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચાળ સિરામિક એસો.એ ગુજરાત ગેસ કંપનીને રજૂઆત કરી
  • છેલ્લા 5 માસથી ગેસની કેલેરી ઓછી આવતાં વપરાશ વધુ થાય છે

થાનગઢ પાંચાળ સિરામિક એસોસિયેશને ગુજરાત ગેસ કંપનીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં ગેસનો ભાવવધારો થતા અને ગેસના વપરાશ સામે ગેસ કેલેરી વેલ્યુ ઓછી થતા આર્થિક નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી.આથી સિરામિક ઉદ્યોગને અનુકૂળ ગેસ કેલેરી કરવા માગ કરાઇ હતી.

થાનગઢમાં 300થી વધુ સિરામિક એકમો આવેલા છે. જેમાં દરરોજ કરોડોના સિરામિક ઉત્પાદનો થકી લોકો રોજીરોટી મેળવે છે. ત્યારે તાજેતરમાં ગેસના ભાવવધારાના મારથી માંડ ઊભા થયેલા ઉદ્યોગને ઓછી ગેસકેલેરી મળતા ઉત્પાદનમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.

આથી પાંચાળ સિરામિક એસોસિયેશન પ્રમુખ સુરેશભાઇ સોમપુરા અને ટ્રસ્ટી કિર્તીભાઇ મારૂ સહિત ઉદ્યોગકાર સભ્યોએ ગુજરાત ગેસ કંપની સીએનજી સ્ટેશન હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, કોર્પોરેટો ઓફિસ અમદાવાદ, ગુજરાત ગેસ કંપની લિ. મેનેજર સીએનજી સ્ટેશન થાનગઢને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ થાનગઢ સિરામિક વિસ્તારમાં આપની કંપનીનો જે ગેસ વપરાસ કરવામાં આવે છે. તે ગેસમાં છેલ્લાં 5 માસથી ગેસની કેલેરી ઓછી આવે છે.

એટલે અમારે ગેસનો વપરાશ વધુ થાય છે. તા.5-10થી ગેસના ભાવ વધવાની શરૂઆત થઇ છે. આ સમયમાં ગેસની કેલેરી વેલ્યુ ઓછી આવતા અમોને બન્ને તરફથી દરરોજ મોટુ આર્થિક નુકસાન થઇ રહ્યું છે. સિરામિક ઉદ્યોગમાં 8500 થસ 8600 સુધી કેલેરી ગેસની જોઇએ જે અત્યારે 8000થી 8100 આવે છે. માટે આ અંગે ધ્યાન આપી ગેસ કેલેરી સિરામિક ઉદ્યોગને અનુકૂળ કરવા અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...