તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વશાંતિ યજ્ઞની પૂર્ણાહુતિ:ગુરુ ગેબીનાથ મહારાજની જગ્યાએ વિશ્વશાંતિ યજ્ઞની આજે પૂર્ણાહુતિ

થાન7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક મહામારી કોરોનાનો નાશ થાય અને વિશ્વમાં શાંતિ જળવાય તે માટે આયોજન : સોનગઢના સરપંચ આલ્કુબાપુ

થાનના સોનગઢ ગામે વિશ્વની કોરોના મુક્તી અને વિશ્વ શાંતી માટે વિશ્વશાંતી મહાયજ્ઞનું આયોજન કરાયુ હતુ. જેમાં બ્રાહ્મણો દ્વારા સતત 11 દિવસ સુધી વૈદીક મંત્રોચ્ચાર સાથે આહુતી અપાઇ હતી. આ વિશ્વશાંતી મહાયજ્ઞની આજે પુર્ણા હુતી થશે. વિશ્વ આખાને બાનમાં લેનાર કોરોના મહામારી દુર થાય અને વિશ્વના અનેક દેશોમાં સર્જાયેલી યુધ્ધની સ્થિતિ દુર થઇ શાંતી સ્થપાય માટે થાનના સોનગઢ ગામે દેહાણ ધાર્મિક જગ્યાનું ગુરૂસ્થાન કાઠી સમાજનું ધાર્મિક સ્થાન ગુરૂગેબીનાથ મહારાજની જગ્યાએ વિશ્વશાંતી યજ્ઞનું આયોજન કરાયુ છે.

આ અંગે સરપંચ અલ્કુબાપુ ભગતે જણાવ્યુ કે કોરોના મહામારીમાં જીવગુમાવનારના આત્માની શાંતી, કોરોના બિમારીથી વિશ્વ મુક્ત થાય અને શાંતી સ્થપાય માટે તા.3થી 10-6 સુધી સતત અગીયાર દિવસ બ્રાહ્મણો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે સવાલાખ સુર્યમંત્ર અનુષ્ઢાન, દશાંશ હોમ, માર્જન તર્પણ સહિત ધાર્મિક વિધીકરાઇ હતી. જેની આજે ગુરુવારે પુર્ણા હદુતી કરાશે. આ પ્રસંગે કાનભાઇ ભગત, વિજયભાઇ ભગત, કિશોરબાપુ ભગત, પ્રતાપભાઇ ભગત સહિત લોકોએ આહુતી આપી દર્શન કરી ધન્ય થયા હતા.

અન્ય સમાચારો પણ છે...