તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વીજળીયામાં અથડામણ મામલે ફરિયાદના એંધાણ

થાન2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાનને હેમરેજ થતાં ફરિયાદમાં વિલંબ

થાનના વીજળીયા ગામે શાળામાં બાળકોની બોલચાલી બાદ બે જ્ઞાતિ વચ્ચે થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બન્ને પક્ષો વચ્ચે હીંસક અથડામણ થઇ હતી. જેમાં કુલ 3 શખ્સોને ઇજા થઇ હતી જે પૈકી બે શખ્સોને સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.

ત્યારે આ મામલે બુધવારે મોડી સાંજ સુધી કોઇ ફરીયાદ નોંધાઇ ન હતી આથી થાન પોલીસે ગુરૂવારે ફરીયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રાજકોટ સારવાર લઇ રહેલા બે શખ્સોની ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક શખ્સને બ્રેઇન હેમરેજ થયું હોવાથી તે ફરીયાદ આપી શકે તેમ ન હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે સામે પક્ષે ઇજાગ્રસ્ત થયેલા યુવાન દ્વારા પણ ગુરૂવારે મોડી સાંજ સુધી ફરીયાદ નોંધાવામાં આવી ન હતી આમ બન્ને પક્ષે આગામી સમયમાં સામસામી ફરીયાદ નોંધાવવામાં આવે તેવી શક્યતા છે. આરોપીના નામ ન ખુલતા આ મુદ્દો શહેરમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો