થાનગઢના રાવરાણી ગામે ગૌચરની જમીનમાં કાર્બોસેલનું ખોદકામ બેરોટકોટ થઈ રહ્યું છે. રાત-દિવસ ઊંડા કૂવા ખોદીને કર્બોસેલની થતી ચોરી અટકાવવા માટે રાવરાણી ગામના સરપંચે મામલતદારને લેખિત રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજનું ખનન અને વહન બેફામ રીતે થતુ હોવાની રાવ ઉઠી છે.
ત્યારે થાનગઢ તાલુકાના રાવરાણી ગામે પણ કાર્બોસેલની બેરોકટોક થતી ચોરી અટકાવવા ગામના સરપંચ દિગ્વિજયસિંહ બી. રાણાએ લેખિતમાં થાન મામલતદાર, થાન પીએએસઆઈ, તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓને રજૂઆત કરી હતી. જેમાં જણાવાયા મુજબ રાવરાણી ગામે આવેલી ગૌચર જમીન જે ખાખરાળીથી ઇશ્વરીયા જવાના રસ્તા ઉપર ડાબી બાજુ આવેલી છે. જેમાં અમુક શખ્સો દ્વારા કાર્બોસેલનું ખોદકામ કરી રહ્યા છે.
આ બાબતે અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી. આ શખ્સો દ્વારા રાત દિવસ ઉંડા કુવા કરી રાખી મજ ટ્રેક્ટરોથી કરોડો રૂપિયાનો કાર્બોસેલની ચોરી કરી રહ્યા છે. આથી આવાં તત્ત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી ગૌચરમાં થતું ખોદકામ ઝડપથી અટકાવવાની માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.