ગુનો ઉકેલાયો:થાન અને મોરબીમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

થાન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચોરીના 6 બાઇક સાથે 3 શખ્સને ઝડપી પાડ્યા
  • ​​​​​​​2.20 લાખનો મુદામાલ જપ્તકરી પૂછપરછ હાથ ધરાઇ

થાનગઢમાં વધતી બાઇક ચોરીના બનાવોને ધ્યાને લઇ પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન ચોરીના બાઇક સાથે એક શખ્સ હોવાની બાતમીના આધારે ઝડપી પડાયો હતો.તેની પુછપરછમાં અન્ય બેના નામ ખુલતા કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડી 6 બાઇક સાથે રૂ.2.20 લાખના મુદામાલ જપ્ત કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી ચોરીના બનાવોને અટકાવવા તથા તેમાં સંડોવાયેલા શખ્સોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હતી.જેને લઇ થાન પીઆઇ એ.એચ.ગોરીના માર્ગદર્શનમાં પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.તે દરમિાયન મોરથળા રોડ પર સરકારી આવાસ યોજનાના ઘર પાસેથી બાઇક ચોરનાર શખ્સ થાનમાં હોવાની બાતમી મળી હતી. જેને લઇ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચતા એક શંકાસ્પદ શખ્સ જણાયો હતો. જેને પકડી પાડી પુછપરછ કરતા પોતે કાંઇ જાણતો ન હોવાનું જણાવ્યુ હતુ. પરંતુ તેની પાસેના બાઇકના ડીટેઇલના આધારે પોકેટ કોપ એપમાં તપાસ કરતા બાઇક ચોરીનું જણાયુ હતુ. આથી પોતે થાન આંબેડકરનગર-2નવાવાસનો રહીશ જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ ભરતભાઇ પારઘી હોવાનુ અને બાઇક ચોરીનુ હોવાનુ જણાવ્યુ હતુ.આથી પોલીસ સ્ટેશન લાવી વધુ પુછપરછ કરતા અન્ય બે શખ્સોની મદદથી મોરબી અને થાનથી બાઇક ચોર્યાનું જણાવ્યુ હતુ.આથી થાન જીઆઇડીસી સામે રહેતા સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર, થાન હાઉસીંગ બોર્ડ આંબેડકરનગર-2 ના રહીશ પંકજભાઇ અનિલભાઇ પારઘીને પણ ઝડપી પડાયા હતા.આ ત્રણેયે મોરબી અને થાનમાંથી ચોરેલા 6 બાઇક કિંમત રૂ.2,20,000 જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...