હુમલો:થાનના કાનપર પાસે 5 લાખ આપવા પડશે કહી હુમલો

થાન12 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાનના કાનપર પાસે ગેસની અન્ડ ગ્રાઉન્ડ કામના કોન્ટ્રાક્ટર કામ કરવા દરમિયાન કારમાં 3 શખસ આવ્યા હતા. તેઓએ કોન્ટ્રાક્ટરને અહીં કામ કરવું હોય તો રૂ.5 લાખ આપવા પડશે કહી હુમલો કર્યો હતો. તેમના 50 હજારની તથા ત્યાંથી પસારથા 2 બાઇકની લૂંટ ચલાવી 3 શખસ ફરાર થઇ ગયા હતા. કોન્ટ્રાક્ટરે અજાણ્યા 3 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

થાનગઢના કાનપર પાસે ગુજરાત ગેસ લાઇનના અન્ડર ગ્રાઉન્ડનું કામનો કોન્ટ્રાક્ટ મૂળ જામનગરના લાલપુરના નંદુરી ગામે રહેતા કોન્ટ્રાક્ટર રાજેશભાઇ કુંભભાઇ કંગારિયાને મળ્યો હોવાથી ચાલુ હતું. તેઓ સાઇટના સ્થળે મજૂરોને પગાર ચૂકવવાના પૈસા જામનગરથી લઇ તા.1 ઓક્ટોબરના રોજ કાનપર સાઇટ પર આવ્યા હતા. જ્યાં તેઓ તેમના મિત્ર મનસુખભાઇ લગારિયા સાથે હતા. તે દરમિયાન સફેદ કલરની કાળાકાચ વાળી અલ્ટો કારમાં આવેલા 3 શખસે મજૂરો સાથે બોલાચાલી શરૂ કરી દઇ અહીં કામ કરવું હોય તો રૂ.5 લાખ દેવા પડશે કામ બંધ કરી દો કહી મજૂર મુકેશભાઇને લાફા માર્યા હતા.જ્યારે રાજેશભાઇની પાસે ધસી જઇ તેમની કારને તોડફોડ કરી છરીની અણીએ કારમાં રાખેલા રૂ.50 હજારની ચોરી લૂંટ કરી હતી.

આ બનાવ અંગે કોન્ટ્રાક્ટર રાજેશભાઇ કંગારિયાએ અજાણ્યા શખસો સામે 50 હજારની લૂંટ ચલાવી કારને રૂ.80 હજારનું નુકસાન કર્યાની થાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ જે.બી.મીઠાપરા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...