તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:થાનગઢમાંથી રેશનિંગમાં અપાતા વાદળી કેરોસીનનો 300 લીટર જથ્થો ઝડપાયો

થાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાંથી પુરવઠા ટીમે પ્રતિબંધિત કેરોસીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
થાનગઢમાંથી પુરવઠા ટીમે પ્રતિબંધિત કેરોસીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

થાનગઢમાં પ્રતિબંધિત કેરોસીનના જથ્થા અંગે માહિતી મળતા જિલ્લા પુરવઠા, મામલતદાર અને પોલીસ અધિક્ષક લીંબડીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તપાસ કરતા શહેરની દુકાનમાંથી 300 લીટર કેરોસીન મળી આવતા સીઝ કરાયું હતું. આમ અચાનક ચેકિંગથી સંગ્રહ ખોરોમાં ફફડાટ ફેલાયો હતો.

જિલ્લા પુરવઠા અધિકારીના સીધા માર્ગદર્શનમાં મામલતદાર થાન, પુરવઠા નિરીક્ષક ટીમ તથા નાયબ પોલીસ અધિક્ષક લીંબડીની ટીમે થાનગઢ શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતંુ. જેમાં વગડિયા રોડ પર આવેલા સંધવી મિનરલ્સ કારખાનામાં તપાસ હાથ ધરી હતી. જ્યાં રેશનકાર્ડ દુકાનો પર જ વિતરણ માટે વપરાતું અને અન્ય લોકો માટે વિતરણ કરવામાં પ્રતિબંધિત 300 લીટર વાદળી કલરનું કેરોસીન મળી આવ્યું હતું. પૂછપરછમાં આ કેરોસીન વગડિયા ગામે રેશનિંગની દુકાન ધરાવતા રાજુભાઇ શાહ પાસેથી લીધું હોવાનું ખૂલ્યું હતું. આથી પકડાયેલ કેરોસીન 300 લીટર રૂ.21,750નો મુદામાલ સીઝ કરાયો હતો.

કારખાના મલિક, રેશનિંગની દુકાન ધારક સાથે મામલતદાર સરકારી ડિલરને કેરોસીનનો સીઝ કરેલો જથ્થો સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં જિલ્લા પુરવઠા નિરીક્ષક યુવરાજસિંહ રાણા, જિલ્લા નિરીક્ષક પી.જે.દવે, થાન મામલતદાર હેમંતસિંહ મકવાણા, લીંબડી ડીવાયએસપી સ્ટાર સહદેવસિંહ રાણા, રૂપાભાઇ જોગરાણ જોડાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...