સેવા:થાનમાં 15 વર્ષથી રખડતા પશુઓને ભોજન, સારવારની સેવા આપતું ગ્રુપ

થાન20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વ્યક્તિથી શરૂ થયેલું કાર્ય 125થી વધુ સભ્ય ધરાવતું વટવૃક્ષ `

રખડતા બિનવારસી પશુઓનો આશરો એટલે થાન જીવદયા. જીવદયા ગૃપ સંચાલીત પાંજરાપોળમાં જે પશુઓનો કોઇ ધણીધોરી નથી તેવા બિનવારસી પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. થાનગઢ જીવ દયા ગ્રુપના દેવજીભાઈ ભગત છેલ્લા 30 વર્ષથી શેરીએ શેરીએ ફરીને તેલના ડબ્બા ઉઘરાવવાનું કામ કરી રહ્યા છે તે તેલના ડબ્બાને નીતરીને દર માસે પાંચ કિલો થી પણ વધારે તેલ ભેગું કરતા પછી લોટ અને ગોળ ભેગા કરીને કીડીયાળુ માટે બનાવતા હતા.આ જોઈને ગામના વેપારીને પણ ઉત્સાહ આવ્યો અને થોડી ઘણી મદદ કરવાનો ચાલુ કર્યું દેવજીભાઈ ભગતના પત્ની સુરજબેન ભગત રોજના 15 થી રોટલા બનાવીને સવારમાં આપે છે.આ સેવા કાર્ય જોઈને 2009માં જીવદયા ગ્રુપ બનાવાયુ હતુ. જેમાં જોત જોતામાં 125થી વધુ લોકો જોડાયા છે.

આથી દરમહિને દેવજીભાઈ ભગતના દીકરો લાલજીભાઈ, વજુભાઇ પ્રજાપતિ, ઝાલાભાઇ ભરવાડ, બટુકભાઇ, જયરાજભાઇ ખાચર અને જીવ દયા ગ્રુપ દ્વારા દર મહિનાની અગિયાર હશે થાનના બજારની અંદર ઝોળી ફેરવવાનું કામ ચાલુ કર્યું તે પૈસાની આવકથી રમવાળો બનાવવાનું ચાલુ કર્યું હતુ.આથી દર મહિને 200 કિલોથી પણ વધારે બનાવવામાં આવે છે.

જે દરરોજ રંગાડુ બનાવીને થાનગઢવિડ વિસ્તારમાં ખાખરાતર ગુગરીયાણા નવાગામ તરણેતર જેવા વિસ્તારની અંદર કીવીયાળુ પૂરવામાં આવે છે અને શેરીએ શેરીએ કૂતરાઓ અને પશુને નાખવામાં આવે છે.જ્યારે દર વર્ષે5,000 થી પણ વધારે ની લીલ નાળિયેરની અંદર નાખીને વીર વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય ત્યાં ખાડો ખોદીને અંદર મૂકવામાં આવે છે.

જ્યારે નિરાધાનરોને ભોજન સેવા પણ અપાય છે. જીવદયા ગૃપ દ્વારા પશુઓની સેવા માટે ગૌશાળા ચલાવવામાં આવે છે.જ્યાં હાલ 700થી વધુ પશુઓ આશ્રય લઇ રહ્યા છે.આ ઉપરાંત સંસ્થા દ્વારા નિશુલ્ક સારવાર ચલાવાય છે જ્યાં દર મહિને ડોક્ટરોની ટીમ થાન આસપાસ વિસ્તારના 1 હજાર પશુઓને સાવાર અપાય છે. અપંગ બનેલા પશુઓ માટે પાંજરાપોળમાં ખાસ અલગ વોર્ડ બનાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...