તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:હિન્દુ દેવી-દેવતા વિશે ટિપ્પણી કરનારે લેખિતમાં માફી માગતાં સમાધાન થયું

થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાન વાસુકી દાદાના મંદિરે સમાધાન અંગે બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
થાન વાસુકી દાદાના મંદિરે સમાધાન અંગે બેઠક યોજાઇ હતી.
  • મૂળ થાનના અને વાંકાનેર રહેતા શખસ અંગે વિહિપે પોલીસને આવેદન આપ્યું હતું

થાનગઢના રહીશ અને હાલ વાંકાનેર રહેતા શખસે સોશિયલ મીડિયામાં હિન્દુ દેવી-દેવતા અને પવિત્ર ગ્રંથ વિશે અભ્રદ્ર ટિપ્પણી કરતા વિહિપ બજરંગદળે પીઆઇને આવેદન પાઠવ્યું હતું.આ બનાવમાં પોલીસે પકડેલા શખસે માફી માંગતા અને ભવિષ્યમાં આવું ન કરવાનું જણાવતા સુખદ સમાધાન થયું હતું. થાનગઢના અને હાલ વાંકાનેર રહેતા શખસ નાજીમ ઘાંચીએ સોશિયલ મીડિયામાં હિન્દુ દેવી-દેવતા તેમજ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા ભગવદ ગીતા વિશે અભદ્ર તેમજ ગંદી ગાળો લખી કોમેન્ટ કરી હતી.

પવિત્ર ગ્રંથ અને હિન્દુ સમાજની ધર્મ પ્રત્યેની ભાવનાઓનું અપમાન કરી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડ્યાની થાનગઢ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પીઆઇને રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી હતી. આથી પોલીસ ટીમે નજીમ ઘાંચીને પકડી પાડ્યો હતો. જ્યારે પીઆઇ ચૌધરી અને પોલીસ ટીમે સમાધાનના પ્રયાસરૂપે વાસુકી દાદામંદિરે બેઠક યોજી હતી.

જેમાં હિન્દુ દેવી-દેવતા અને ધર્મગ્રંથ વિશે બોલનાર નજીમ તેના પિતા સાથે હાજર રહી માફી માંગતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી અને લેખિત માફી માંગી અને ભવિષ્યમાં આવું ન કરવાનું અને કોઇ કરે તો તેને રોકવાનું જણાવતા સુખદ સમાધાન થયું હતું. આ બેઠકમાં બકાભાઇ ભરવાડ, ડો.સતાપરા, બકુલસિંહ રાણા, ચિરાગભાઇ મીર, ભરતભાઇ ભરવાડ, દિનેશભાઇ સહિત વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...