તંત્રના દરોડા:6 ચરખી કબજે લેવાઇ ત્યાં સુધી બાકીની ચરખી, વાહનો ગાયબ થઇ ગયા: સરપંચ

થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થાનના રૂપાવટી ગામે ચાલતા ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

થાનના રૂપાવટી ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાની સરપંચે ખાણખનીજ વિભાગ સુરેન્દ્રનગરમાં રજૂઆત કરી હતી. જેના અહેવાલો બાદ તંત્ર દોડતું થયું હતું. રૂપાવટીની નદીમાં દરોડો કરી 6 ચરખી જપ્ત કરાઇ હતી.જ્યારે તે પહેલા બાકીની ચરખીઓ અને વાહનો ગાયબ થયાના આક્ષેપ થયા હતા. જ્યારે ભૂમાફિયાઓ સ્ટાફ સાથે ઝપાઝપી કરી ચરખી અને મશીન છોડાવી ગયાની રાવ ઊઠી છે.

થાનગઢ પંથકમાં અનેક ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. અહીં ભૂમાફિયાઓ ગેરકાયદે રીતે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોવાની બુમરાડો ઊઠી છે. ત્યારે રૂપાવટીના સરપંચે ગામની નદીના પટમાં કાર્બોસેલનું ખનન થતું હોવાની ખાણ ખનીજ વિભાગમાં રજૂઆત કરી હતી. જેમાં આ અંગે અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોવાની અને તંત્રની મીલીભગત હોવાનું જણાવ્યું હતું. આ અંગેના અહેવાલો પ્રગટ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું.

કાર્યાવ હાથ ધરી ખાણ ખનીજ વીભાગના નિરવભાઈ બારોટ,રાહુલભાઈઅને ટીમે રૂપાવટી ગામે નદીમાં દરોડા કર્યા હતા.પરંતુ મોટી સંખ્યામાં ખોદકામ ચાલી રહ્યું હતું.ત્યાં તંત્રની ટીમ નાની પડી હતી મોટી સંખ્યામાં ચખરી હોવા છતા કોઇ પણ જાતની વાહનની સગવડ વગર આવેલી ટીમના હાથે 7 ચરખી જ કબજે લઇ શક્યા હતા.

આ અંગે રૂપાવટીના સરપંચ પ્રભુભાઇ જેરામે જણાવ્યું કે મોટી સંખ્યાની અંદર ખોદકામ થતું હતું. કોઈપણ જાતની વાહનની સગવડ ન હોવાથી ખાલી 6 ચરખી કબજે લઈ શક્યા હતા બાકીની ચરખી અને મોટા વાહનો ગાયબ થઈ ગયા હતા. જેસીબી ટ્રેક્ટર જેવા વાહનો કબજેપણ ખનીજના માફિયાઓ ભેગા થઈ ગયા હતા અને ટ્રેક્ટરો, જેસીબી જેવા મોટા વાહનો ઝપાઝપી કરીને લઈ ગયા હતા. આમ ખાલી 6 ચરખી કિંમત રૂ. 6,00,000 ની કબજો લઈને પોલીસ સ્ટેશન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...