તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોડફોડની અરજી:થાનમાં 5 કારના કાચ ફોડી નાંખ્યા

થાન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થાનના અલગ અલગ વિસ્તારોમાં મંગળવારે રાત્રીના સમયે 5 કારના કાચ ફોડી નાંખવાની ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આવારા શખ્સોએ ફુલવાડીમાં 2, વાસુકી પ્લોટમાં 2 અને અદેપર પીપળ વિસ્તારમાં 1 કારને નીશાન બનાવી તોડફોડ કર્યાની પોલીસ મથકે અરજી કરાઇ હતી.

થાન ફુલાવડી વિસ્તારમાં 2 કાર, વાસુકી પ્લોટમાં 2 અને અદેપર પીપળ વિસ્તારમાં એક કારને આવારા તત્વોએ નિશાન બનાવી હતી. કારના આગાળ અને પાછળના કાચ ઉપરાંત દરવાજાના કાચ પણ તોડી પાડ્યા હતા. કારના માલિકોને સવારે આ અંગે જાણ થતાં ભોગ બનનાર નરશીભાઇ ખોડાભાઇ પ્રજાપતિએ થાન પોલીસ મથકે લેખીત અરજી કરી હતી. અને આવા આવારા તત્વોને ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ શહેરી વિસ્તારમાં રાત્રીના સમયે પોલીસ પેટ્રોલીંગ વધારવા પણ માંગ કરી હતી. થાન શહેરમાં ફરી આવારા તત્વોએ માથુ ઉંચકતા લોકોમાં ભય સાથે ફફડાટની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો