દરોડા:થાન ગુગરિયાણામાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડા 3 લાખનો મુદ્દામાલ જપ્ત

થાન13 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાનગઢ તાલુકના ગુગરિયાણા ગામ પાસે ગેરકાયદે ખનન પર ખાણ ખનીજ વિભાગ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં 8 કલાકની મહેનત બાદ ચરખી, દંડા સહિત 3 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. થાન તાલુકાનું ગુગરિયાણા વિસ્તારની અંદર ગેરકાયદે ખનન થતું હોવાની રાવ ઊઠી હતી. આથી ખાણ ખનીજ થાન તાલુકા પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદારની ટીમ સહિત સંયુકત રીતે ગુગરિયાણા વીઢમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પરંતુ આ સર્ચ ઓપરેશનમાં સરકારી 4 એજન્સી દ્વારા થાનગઢ ગુગરિયાણા ગઢની અંદર 8 કલાકથી પણ વધારે સમય ગાળવા છતાંય 3 લાખ રૂપિયાની ચરખીના દાંડા પકડવામાં આવ્યા હતા. જેની સરકારે પોતાના ચોપડી 3 લાખ રૂપિયા દેખાડીને પોતાની કામગીરીને વાવા મેળવવાનું કામ કર્યું હતું.

થાનગઢ તાલુકાના પ્રાંત અધિકારી વિનોદ ગલચરે જણાવ્યું કે અમે લોકોએ અનેક વિસ્તારની અંદર ચેકિંગ કર્યું જેની અંદર જમીન ફાટવાની, બેસી જવાની ફરિયાદ છે. તેના માટે સર્કલને તપાસ કરવાનો સરવે નંબર કયો છે તેનો રિપોર્ટ સૂચના દેવાઈ છે. આ અંગે થાનગઢ મામલતદાર આર.એસ.લાવડિયા જણાવ્યું કે અમે તો ખાણ ખનીજ ટીમ સાથે ગયા હતા જે પણ કર્યું તે તે લોકોએ કર્યું છે અમારી કોઇ ભૂમિકા નથી. આમ ખાણ ખનીજ સહિત સરકારી 4 એજન્સીના દરોડામાં 8 કલાકથી વધુ દરોડામાં 3 લાખનો જ મુદામાલ પકડાતા થાનમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...