દુઃખદ:થાન ધોળેશ્વર ફાટક પાસે ટ્રેનની અડફેટે 2 યુવાનના મોત

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1 યુવાનની હમણાં જ સગાઈ થઈ હતી, બીજો યુવાન 6 બહેનનો એકનો એક ભાઈ હતો

થાનગઢમાં રેલવે પોલીસ સ્ટેશનએ મળતી વિગતો મુજબ થાનગઢના ધોળેશ્વર ફાટક પાસે રાત્રિના 12 કલાક દરમિયાન 2 યુવાન રેલવે ફાટક ઓળંગી રહ્યા હતા. ટ્રેન એકદમ નજીક આવી ગયા છતાં ઓળંગવા જતાં તેની હડફેટે આવી ગયા હતા. આથી બંનેનું મોત થવા પામ્યું હતું. આ બનાવને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકોની લાશ કબજે કરી હતી.જ્યારે અને મૃતકોની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં બંને નવાવાસ થાનગઢ આંબેડકર નગર ના રહીશ મનસુખ લક્ષ્મણભાઈ ઉંમર વર્ષ 30,વિજય જયંતીભાઈ ઉંમર વર્ષ 24 અને બંને મિત્રોહોવાનું ખુલવા પામ્યું હતું.

આથી અકસ્માત અંગે મોતની નોંધ કરી ને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને પરિવારજનોને મૃત્યુ અંગેની જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખભાઈને તાજેતરમાં જ સગાઇ થઇ હતી. જ્યારે વિજય ભાઈ 6 બહેનોનો એકનો એક ભાઈ હતો. આમ બંનેના અચાનક મૃત્યુથી પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જ્યારે પોલીસને ડ્રાઈવરની પૂછપરછ માં તેણે બંને ને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા અને ટ્રેન ઈમરજન્સી બ્રેક પણ મારી હતી પરંતુ બંને તેમની ખૂબ જ નજીક આવી ગયા હોવાથી અડફેટે આવી જતાં મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...