મદદ:થાન પંથકનાં મંદિરોમાં 25 વર્ષથી શગણાર કરવાની સેવા આપતા 2 સેવાભાવી યુવાનો

થાનગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોમાં રાત્રીના ઉજાગરા કરી સવારે પોતાના કામે જાય છે

થાન શહેરમાં રહેતા નરેન્દ્રભાઇ કણઝરીયા પાનની દુકાન ચલાવી જ્યારે સંદીપભાઇ ગોહીલ મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બન્ને યુવાનો દ્વારા થાન શહેર તેમજ આસપાસ આવેલા દેવી દેવતાઓના મંદિરોમાં છેલ્લા 25 વર્ષથી ભગવાનને શણગાર કરવાની સેવા આપવામાં આવે છે.જેમાં ખાસ કરીને થાન શહેરના ગામ દેવતા એવા વાસુકીદાદાનું મંદિર,બાંડીયાબેલી મંદિર, બાણગંગા, ગેબીનાથ મંદિર, સર્વોદય હનુમાન મંદિર સહીતના મંદિરોમાં ભગવાનને વાઘા અને શણગાર કરવાની સેવા આપે છે.

તહેવારો જેવા કે દિવાળી, નવરાત્રીના સમયે વિશેષ શણગાર માટે બન્ને યુવાનો દ્વારા સતત પાંચ પાંચ દિવસ સુધી આખી રાત શણગાર કરવામાં આવે છે. મધ્યમવર્ગમાંથી આવતા બન્ને યુવાનોને પરિવારના ભરણપોષણ માટે સવારે પોતાના કામધંધે જવાનું હોવા છતાં તેમણે 25 વર્ષથી શણગારની સેવા આપવાનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે. અને તેમણે કરેલા શણગાર જોઇ દર્શનાર્થીઓ પણ અભિભુત થઇ જતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...