તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મારી ગ્રાન્ટમાંથી 2 કરોડ ફાળવ્યા છે પ્રોટોકોલ મુજબ બોલાવવો જોઇએ : MLA

થાન23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાનગઢ બાયપાસ રોડ સૂર્યાચોકથી ધોળેશ્વર ચોક રોડ વિવાદમાં

થાનગઢના બાયપાસ રોડ સુર્યચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો ચાર કિમી રોડ સરકારે આરસીસી બનાવવા 5 કરોડ મંજુર કરાતા જિલ્લા પ્રભારીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ.પરંતુ આ રસ્તા માટે પોતાની ગ્રાન્ટમાંથી 2 કરોડ ફાળવ્યા હોવાનું અને પોતે કોંગ્રેસી ધારાસભ્ય કોંગ્રેસી હોવાથી તેમને ન બોલાવ્યાહોવાનો આક્ષેપ કરતા રાજકારણ ગરમાયુ હતુ.

થાનગઢ બાયપાસરોડ સુર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધી રસ્તો 7 વર્ષથી બિસ્માર હતો.જેમાં ઠેરઠેર ખાડાઓ ના કારણે વાહનોને નુકશાન થવાના અને અકસ્માત થવાના બનાવ બનતા હતા.આ અંગે સિરામીક એસોસીએશને રજૂઆતો બાદ ગુજરા સરકારે હાલ આ રસ્તો બનાવવ પાંચ કરોડ મંજુર કર્યા હતા.જેનું ખાત મુહુર્ત જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીબાવળીયાના હસ્તે ગુરૂવારે કરાયુ હતુ.પરંતુઆ રસ્તો બનાવવા ક્રેડીટ લેવા પાછળ ભાજપ કોંગ્રેસ સામસામે આવી જતા ફરી વિવાદ જાગ્યો છે.

આ અંગે ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણાએ જણાવ્યુ કે આ રસતો બનાવવા માટે મે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 કરોડ ફાળવ્યા છે. સરકારી કાર્યક્રમ હોય તો પ્રોટોકોલ મુંજબ ધારાસભ્યને બોલાવવાના હોય પરંતુ મને કોંગ્રેસી ધારાસભ્ય હોવાથી બોલાવાયો નથી. આ અંગે થાન પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયાએ જણાવ્યુ કે આ સરકારી કાર્યક્રમ ન હતો રસ્તાની સીરામીક એસોસીએશને રજૂઆત બાદ બનતો હોવાથી તેમણે કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ અમે પણ આમંત્રિત હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવ્યા છે
થાનગઢ સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક રસ્તો બનાવવામાં કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણાએ 2 કરોડ ગ્રાન્ટ આપી હોવાની વાત ખોટી છે. લોકોની સમસ્યા ધ્યાને લઇ મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણીએ પોતાની મુખ્યમંત્રી ગ્રાન્ટમાંથી 5 કરોડ ફાળવ્યા છે ધારાસભ્યએ જશ મેળવવા માટે કરેલા આક્ષેપ ખોટા છે. > વિજય ભગત, પૂર્વ પ્રમુખ, થાનપાલિકા

અન્ય સમાચારો પણ છે...