તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:થાનના 100 કાર્યકરે અવગણના થતાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુવિધાઓ પૂરી પાડવાની રજૂઆતો ઉકેલાતી નહોતી

થાનગઢના વોર્ડ નં. 1માં પ્રાથમિક સુવિધા પ્રશ્ને ભાજપ કાર્યકરોએ ભાજપના હોદ્દેદારોને વારંવાર રજૂઆત છતા અવગણના કરાતી હતી. આથી 100 કાર્યકરોએ કોંગ્રેસી ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં ભળી જતા થાનગઢમાં રાજકારણ ગરમાયુ છે. ગુજરાત આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ ગરમાઇ રહ્યુ છે. જેમાં આગેવાનો અને કાર્યકરો પક્ષ બદલવાનો દૌર પણ ચાલુ થઇ ગયો છે. થાનગઢ પૂર્વ પાલિકા પ્રમુખ વિજય ભગતના વોર્ડ નં.1ના કાર્યકરોએ ભાજપને રામરામ કહી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

જેમાં આ કાર્યકરોએ વોર્ડ નં.1માં પ્રાથમિક સુવિધાઓ અંગે ભાજપના પ્રતિનિધિઓને વારંવાર રજૂઆતો છતા તેમની સતત અવગણનાને કારણ બતાવ્યું હતું. આ તમામ 100 ભાજપી કાર્યકરોનું કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા, મંગળુ ભગત સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસી પંજા સાથેનો ખેસ ધારણ કરી લીધો હતો. આમ એક સાથે 100 કાર્યકરોએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડતા થાનગઢનું રાજકારણ ગરમાયુ છે.

અન્ય સમાચારો પણ છે...