તપાસ:થાનમાં ચોરીના 2 બાઇક સાથે 1ને ઝડપાયો, મોરબી જિલ્લામાંથી બાઇક ચોર્યાનું કબૂલ્યું

થાન11 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાન પીઆઇ એ.એચ.ગોરીના માર્ગદર્શનમાં એએસઆઇ એચ.આર. માંડાણી, મનોજભાઇ, કરનશનભાઇ, દિલિપભાઇ સહિત થાન પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તેઓને થાનમાં 1 શખસ ચોરીના બાઇક સાથે હોવાની બાતમી મળી હતી. આથી ધોળેશ્વર ફાટક તરણેતર રોડ પર વોચ ગોઠવી હતી. 1 શંકાસ્પદ બાઇક સાથે શખસ આવતા અટકાવી બાઇકના કાગળ માગ્યા હતા.પરંતુ તે રજૂ કરી શક્યો ન હતો. આથી પોકેટ ઇકોપ એપના માધ્યમથી તપાસ કરતા ચોરીનું હોવાનું જણાયું હતું.

આથી વધુ પૂછપરછમાં પોતે થાન આંબેડકરનગર જવાહરસોસાયટીનો રહીશ જયંતી ઉર્ફે જેઠો ઇશ્વરભાઇ પારઘી હોવાનું અને આવા 2 બાઇક મોરબીમાંથી અલગ અલગ જગ્યાએથી ચોર્યાનું કબૂલ્યું હતું.આવા બાઇક પોતે મોજશોખ ખાતર ચોરી થાન વિસ્તારમાં નજીવી કિંમતે વેચી મોજશોખ પૂરા કરતો હોવાનું જણાવ્યું હતું. આથી થાન પોલીસે ચોરીના 2 બાઇક, મોબાઇલ સહિતરૂ.50,500નો મુદ્દામાલ જપ્ત કર્યોહતો. અને તેની સામે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...