તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નોલી પાસે કાર પલટી ખાતાં પાળીયાદના યુવાનનું મોત

સાયલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિવાર ચોટીલાથી પરત ફરતો હતો
 • રસ્તાનું કામ ચાલતું હોઇ ડિવાઇડર સાથે કાર ટકરાઇ : 2 મહિલાને સારવાર માટે ખસેડાઇ

સાયલાથી પાળીયાદ સુધીના રસ્તાના પ્રગતિના કામમાં ચિંતાજનક અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પાળીયાદના રાજનભાઈ ત્રંબકભાઈ ચૌહાણ તેમના પત્ની હર્ષાબેન તેમના દીકરા કેનીલ અને પડોશી નયનાબેન સુખદેવભાઈ જીડીયા અને તેમના બે બાળકો સાથે અજયભાઈ ચુડાસમાની કાર લઈને ચોટીલા દર્શન કરવા ગયા હતા.

ચોટીલા માતાજીના દર્શન કરીને પાળીયાદ તરફ આવતા હતા. આ દરમિયાન નોલી ગામ પાસે રસ્તાનું કામ પ્રગતિમાં હોવાને કારણે ડિવાઈડર બનાવવામાં આવેલુ છે. રસ્તા વચ્ચે એકદમ ડિવાઈડર આવતા રાજનભાઈ એ સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર પલટી મારી જતા રાજનભાઈને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે હર્ષાબેન અને નયનાબેનને પણ શરીરના ભાગે ઇજા થઇ હતી. અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સાયલા દવાખાન સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ રાજનભાઈને વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે બોટાદ લઈ જવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો