તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:સાયલામાં જન્માષ્ટમીના તહેવારને લઇ મીઠાઇ-ફરસાણનું ભાવબાંધણું, કિલોએ માવાની મીઠાઇના રૂ. 280 અને ફરસાણના રૂ.180 નક્કી થયા

સાયલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ બાંધણાની બેઠકમાં માત્ર 4 વેપારી હાજર રહ્યા

સાયલા શહેરમાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાને લઇ ફરસાણ અને મીઠાઇના ભાવ દરેક ગ્રાહકોને વ્યાજબી ભાવે મળે તેવા હેતુ સાથે સાયલા પુરવઠા અધિકારીએ ફરસાણના વેપારીઓની બેઠક બોલાવી હતી. જેમાં બેસન, તેલ અને મજુરીના વધતા ભાવોને ધ્યાને લઇ એક કિલોએ માવાની મીઠાઇના રૂ. 280 અને ફરસાણના રૂ.180 નક્કી થયા હતા. સાયલા શહેરમાં જન્માષ્ટમીના તહેવારોમાં શહેર અને ગામડાઓના લોકોમાં ફરસાણ અને મીઠાઇની અનેક દુકાનો પર વેચાણ વધતું જોવા મળે છે.

ત્યારે સામાન્ય પ્રજાને મીઠાળ અને ફરસાણ વ્યાજબી ભાવે મળે તેવા હેતુ સાથે સાયલા પુરવઠા અધિકારીએ એસ.એમ.દેસાઇએ સાયલાના તમામ ફરસાણના વેપારીઓની બેઠક બોલાવી હતી. પરંતુ બેઠકમાં માત્ર બહુચર, મહાલક્ષ્મી, લક્ષ્મી સ્વીટ માર્ટ અને શશીકાંતભાઇ શેઠ સહિત 4 વેપારીઓ ઉપસ્થિત રહેતા માત્ર ઔપચારીક બેઠક બની રહી હતી. બેઠકમાં નારસંગભાઇ સિંધવ સહિત વેપારીઓ બેસન, તેલ અને વીજ ખર્ચ, બળતણ, મજુરીના વધતા ભાવોને ધ્યાને લઇ ભાવ નક્કી કર્યા હતા.

જેમાં એક કિલોએ મોહનથાળ રૂ.160, ટોપરાપાક રૂ.280,બરફીચુરમુ-ખાંડના લાડવા રૂ.140, માવાની મીઠાઇના રૂ.280 અને ફરસાણના રૂ. 180 તેમજ ચવાણુ રૂ. 280ના ભાવો નકકી કરવામાં આવ્યા હતા. આ બાબતે અધિકારીએ તા.31 ઓગષ્ઠ સુધીના ભાવબધણા રાખવાનું જણાવ્યુ હતુ. અને ભાવ વધારાનો બોજ સામાન્ય ગ્રાહકોને ન પડે તેવા હેતુ સાથે ભાવ અંગેના બોર્ડ લગાવવાની સુચના પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...