સમસ્યા:સાયલા તાલુકા પંચાયતના કર્મચારીઓના 60 વર્ષ જૂનાં જર્જરિત આવાસથી પરેશાન

સાયલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલા તાલુકા પંચાયતના કર્મચારીના જર્જરીત અને બિન ઉપયોગી આવાસની અવદશા જોવા મળી રહી છે. - Divya Bhaskar
સાયલા તાલુકા પંચાયતના કર્મચારીના જર્જરીત અને બિન ઉપયોગી આવાસની અવદશા જોવા મળી રહી છે.
  • અનેકવાર રજૂઆત કરાઈ છતાં કોઈ નવીનીકરણ માટે કાર્યવાહી થતી નથી
  • 8 ક્વાર્ટરની હાલત ખંડેર બનતાં કર્મચારીઓ પરિવાર સાથે અન્ય સ્થળે વસવાટ કરવા લાચાર બન્યા છે અને અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળ્યું

સાયલા તાલુકા પંચાયતના કર્મચારીઓના કર્વાટર છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં જોવા મળે છે. ત્યારે કર્મચારીઓના પરિવારની હાલત કફોડી બની રહી છે. આ અંગે અનેક રજુઆત છતાં કર્મચારીઓના કર્વાટરના નવિનીકરણ બાબતે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

સરકાર આવાસ યોજના દ્વારા અનેક બે ઘરને ઘર આપવાનું જણાવે છે. ત્યારે સાયલા તાલુકા પંચાયતના કર્મચારીઓના 60 વર્ષ જુના કર્વાટર છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં અને આવાસ વિહોણા જોવા મળે છે. 8 કર્વાટરની હાલત પૂર્ણ જર્જરીત હોવાના કારણે ખંડેર અને અસામાજીક તત્વો માટે મોકળુ મેદાન બની રહ્યુ છે. અનેક કર્વાટર ભૂંકપના સમયમાં મોતને આંબી રહ્યાની હાલતમાં જોવામાં આવતા કર્મચારીઓના પરિવાર સાથે રહેણાંક બદલીને અન્ય સ્થળે વસવાટ કર્યો હતો.

આ બાબતે સરકારમાં નવિનીકરણની રજુઆત થવા પામી હોવા છતાં કર્મચારીના આવાસ બાબતે તંત્રની ઢીલી નિતિ જોવા મળે છે. તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓ સાયલા શહેરમાં ભાડે મકાન રાખીને પરિવારજનો સાથે રહેતા જોવા મળે છે. ત્યારે સાયલા શહેરમાં ભાડાની મકાનની અછત પણ કર્મચારીઓને સતાવી રહી છે. જેના કારણે કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે.

તમામ જર્જરીત મકાનો રહેવા લાયક નથી ત્યારે કર્વાટરની સુવિધા માટે કર્મચારીના આવાસ વધારવાની સાથે નવિનીકરણની અનેક રજુઆત છતાં કર્મચારીઓના કર્વાટર બાબતે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...