તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાયલા તાલુકાની એક માત્ર SBIમાં અપૂરતા સ્ટાફથી પરેશાની

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલા એસબીઆઇ બેંકમાં અપૂરતા કર્મચારીઓના કારણે મહિલા અને ગ્રાહકો પરેશાન બનીથઈ રહ્યા છે. - Divya Bhaskar
સાયલા એસબીઆઇ બેંકમાં અપૂરતા કર્મચારીઓના કારણે મહિલા અને ગ્રાહકો પરેશાન બનીથઈ રહ્યા છે.
  • માત્ર 2 કર્મીની હાજરીથી લેવડદેવડ અટકી પડે છે

સાયલા શહેરની 20 હજારને આંબી રહેલી વસતી અને 64 ગામડા માટે એક માત્ર એસબીઆઇ બેંક છે. સરકારી તેમજ વેપારીઓનો મોટાભાગના ખાતા બેંકમાં છે. સાયલા, મૂળીની તિજોરી કચેરી, નેશનલ હાઇવે પાસે આવેલા ગ્રામિણ બેંક, પોસ્ટ ઓફીસના નાણાંકીય વ્યવહાર, વડી કચેરી સુરેન્દ્રનગરમાં નાણાં મૂકવા અને લેવા જવાની જવાબદારી સાથે બેંકનો વ્યવહાર સાયલા શાખામાં છે. પરંતુ અપૂરતા કર્મચારીઓના કારણે ગ્રાહકોની લેવડ દેવડ અટકી છે. આ બાબતે શાખા પ્રબંધક જયંતિભાઇએ બેંકમાં આ અંગે લેખિત રજૂઆત કર્યાંનું જણાવ્યું .

અપૂરતા સ્ટાફ સાથે ગ્રાહકો સાથે માથાકૂટ
કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે માથાકૂટ જોવા મળે છે. આ બાબતે તપાસ હાથ ધરતા 1 બેંક મેનેજર, 3 કલાર્ક, 1 ફીલ્ડ ઓફીસર જોવા મળે છે. ત્યારે ખરેખર સ્ટાફના અભાવે ગ્રાહકો પરેશાન બની રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...