તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કોટડા ગામમાં નજીવી બાબતે મારામારી: 2 લોકોને ઈજા

સાયલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયલાના કોટડા ગામે બકરા ચરાવવાની બાબતે સામ સામે આવેલા ભરવાડ અને કાઠી દરબારને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે રાજકોટ અને સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા છે આ બાબતે ધજાળા પોલીસ સ્ટેશને સામે સામી ફરીયાદ લઇને ગુનો દાખલ કર્યો છે.

કોટડા ગામે તળાવ વાડી તરીકે ઓળખાતી દીપકભાઇ વાળા વાડીમાં જુવારનું વાવેતર કરેલુ છે સાંજના સમયે ભરવાડ કાનુભાઇ રામભાઇ બકરા ચરાવતા હતા જેથી દિપકભાઇના ભાઇ જગદીશભાઇએ બકરા બહાર કાઢવાનું જણાવતા કાનુભાઇએ દીપકભાઇને માથાના ભાગે કુંડલીવાળી લાકડી મારી હતી આ સમયે કનુભાઇનો ભત્રીજો ધારાભાઇ સેલાભાઇ, બાબુભાઇ દાનાભાઇ, ભલાભાઇ સેલાભાઇ આવતા દીપકભાઇ અને તેમના પરિવારને ગાળો દઈ બકરા લઇને જતા રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...