દુર્ઘટના:સાયલા વખતપર પાસે ત્રિપલ અકસ્માત; 1નું મોત, 1 ઘાયલ

સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલાના વખતપર ગામથી આગળ રાજકોટ તરફ જતી ખાનગી લક્ઝરી બસનું ટાયર પંક્ચર થયું હતું. આ બાબતે પોતાની કંપનીની પાછળ રહેલી લક્ઝરી બસ મદદ માટે પાછળ ઉભી હતી અને મુસાફરો નીચે ઉતરીને ઉભા રહ્યા હતા લક્ઝરી ટાયર બદલવાનું કામ થઇ રહ્યું હતું. દરમિયાન પૂરઝડપે પાછળથી આવતા ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા લક્ઝરી બસ સાથે અકસ્માત થયો હતો. અને પાછળની લક્ઝરી સાથે થયેલા અકસ્માતને કારણે ટાયર બદલાવી રહેલી આગળની લક્ઝરી સાથે ત્રિપલ અકસ્માત થયો હતો.

જેમાં 2 લકઝરી વચ્ચે ઉભેલા અમદાવાદના અલ્પેશભાઈ જીવરાજભાઈ સાંગાણી બંને લક્ઝરી વચ્ચે ફસાઇ જતા ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ટાયર બદલાવી રહેલા જાડેજા અનિલસિંહને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને લાશને સાયલા દવાખાનું પીએમ માટે મોકલી આપી હતી આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.