માઇભકતોમાં રોષ:સાયલાનાં ગ્રામદેવી તરીકે પૂજાતાં ખોડિયાર માના મંદિરમાંથી પ્રતિમાની ચોરી

સાયલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 150 વર્ષથી વધુ પ્રાચીન 7 દેવીની પ્રતિમા પૈકીની 1 તસ્કરો ઉઠાવી ગયા

સાયલાના માનસરોવર પાસે પ્રાચીન રાજાશાહી સમયથી ખોડીયાર માતાજીનું મંદીર આવેલ છે. સાયલા શહેર અને આજુબાજુના માઇ ભકતો માટે ગ્રામદેવીનું મંદીર નાનું છે.પરંતુ ખોડીયાર મંદીર લોકોમાં આસ્થાનું કેન્દ્ર વધુ છે. આ ખોડિયાર માતાના મંદિરમાં 150 વર્ષથી વધુ પ્રાચીન 7 દેવીની પથ્થરની આકાર વગરની પ્રતિમા છે.

પરંતુ કોઇ અજાણ્યા શખસે છ પ્રતિમા હેમખેમ રાખીને વચ્ચેની 1 પ્રતિમાની લઇ જતા માઇભકતોમાં રોષ ફેલાયો છે. મંદિરના મહંત રાજુભાઇ રાવલના જણાવ્યા મુજબ વહેલી સવારમાં કોઇ માતાની પ્રતિમાં લઇ નાસી છૂટ્યો હોય તેવું અનુમાન છે. આ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાબતે ગ્રામદેવીના મંદિરે આસ્થાના સ્થાને રહેલી પ્રતિમા ગુમ થતા માઇભકતોમાં રોષ જોવા મળે છે.

આ મંદિરે વરસાદ માટે આદ્રા પાળવાની પરંપરા
રાજાશાહીના સમયથી સૂર્યનો આદ્રા નક્ષત્રમાં વધુ વરસાદની આશા સાથે આદ્રા પાળવાનો અને ખોડિયાર મંદીરે ગ્રામજનોના સહિયારા દાન, સહકાર સાથે રાજવી પરિવારના યજમાને નવચંડીનું આયોજન થવાની પરંપરા અકબંધ છે. જેમાં ગ્રામજનો દર્શન, પૂજન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ગ્રામદેવીને રિઝવવા ભક્તિભાવ કરે છે.

અન્ય સમાચારો પણ છે...