ગંદકી દૂર કરવા રજૂઆત:સાયલાના આંગવાડી વિસ્તારમાંથી યુવાનોએ જાતે ગંદકીની સફાઈ કરી

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામ પંચાયતમાં ગંદકી દૂર કરવાની અનેક રજૂઆત એળે જતા યુવાનોએ ગંદકી દૂર કરી. - Divya Bhaskar
ગ્રામ પંચાયતમાં ગંદકી દૂર કરવાની અનેક રજૂઆત એળે જતા યુવાનોએ ગંદકી દૂર કરી.

સાયલાના છેવાડે આવેલી આંગવાડી વિસ્તારમાં ગટરની ગંદકી અને વરસાદી પાણીના કારણે પારાવાર ગંદકી અને મચ્છરોનું સામ્રાજય હોવાની રજૂઆત ગ્રામ પંચાયતમાં કરી હતી. પરંતુ આ બાબતે કોઇ ઉકેલ ન આવતા યુવાનોએ જાત મહેનતથી ગંદકી ખૂંદીને ટ્રેકટર દ્વારા ગંદકીનો નિકાલ કરતા પંચાયત સામે રોષ વ્યકત કર્યો છે.

સાયલાના છેવાડે આવેલા ખરાવાડ અને મુખ્ય રસ્તે આવેલી આંગવાડી વિસ્તારમાં ગટરની ગંદકીના કારણે આંગવાડીના બાળકોના આરોગ્ય સાથે ચેડા થતી હોવાની અનેક રજૂઆત થવા પામી છે. છેલ્લા દિવસોમાં વરસાદના કારણે પારાવાર ગંદકી અને મચ્છરોનું સામ્રાજય હોવાની સ્થાનીક લોકોએ ગંદકી હટાવીને મુખ્ય રસ્તો સાફ કરવાની રજૂઆત ગ્રામ પંચાયતમાં પણ કરી હતી. પરંતુ આ બાબતે કોઇ ઉકેલ ન આવતા ગ્રામપંચાયતના સદસ્ય બાદરભાઇ વનરાજભાઇ અઘારા આગળ આવીને પૂર્વ સદસ્ય વીરસંગભાઇ અઘારા, સંજયભાઇ, વનરાજભાઇ, ધીરુભાઇ સહિતના અનેક યુવાનોએ જાત મહેનતથી આંગવાડી પાસે તેમજ વારસાદી પાણી સાથેની ગંદકી દૂર કરવાની જહેમત ઉઠાવી હતી યુવાનોએ ગંદકી ખુંદીને ટ્રેકટરમાં ભરીને નિકાલ કર્યો હતો આ વિસ્તારમાં બાવળના ઝુંડ અને પારાવાર ગંદકી હજુ પણ જોવા મળે છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કોઇ ઉકેલ ન આવે તો રોગચાળાની પણ દહેશત જોવા મળે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં ભરાયેલા પાણી અને ગંદકીમાં દવાનો છંટકાવાવની જરૂરિયાત જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...