ભાસ્કર વિશેષ:સાયલા તાલુકાના ધજાળા ગામના યુવાનોએ મિયાવાકી પદ્ધતિથી 550 વૃક્ષોનું રોપણ કર્યું

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં વધુ સફળતાનો અંદાજ, યુવાનો જાત મહેનતથી ઉછેર કરશે

સાયલાના ધજાળા ગામના સ્મશાનના પરિસરમાં 25થી વધુ યુવાનોએ જાપાનની મિયાવાકી પદ્ધતિથી લાલચંદન, બોરસીલ, અવન ચવન, સાગ સહિત અનેક જાતના મોટા, નાના અને ફૂલઝાડનું વાવેતર કરીને એક નવા પ્રકારની પદ્ધતિ દ્વારા વૃક્ષ વાવેતર અને ઉછેર જોવા મળી રહ્યો છે. કોરોના સમય દરમિયાન પ્રાણવાયુના અભાવે અનેક લોકો વૃક્ષ ઉછેર કરી રહ્યા છે. ત્યારે આગાખાન સંસ્થા દ્વારા એક નવતર પ્રયોગ કરીને ગામડાઓની ખાલી જગ્યામાં વૃક્ષા રોપણ માટે આગળ આવ્યા હોય તેમ જણાય છે.

સાયલાના છેવાડે આવેલા ધજાળા ગામના સ્મશાનના પરિસરમાં રાવતભાઇ બડમલિયા, ગોપાલભાઇ મકવાણા, સુમિતભાઇ, વિજયભાઇ સરવૈયા, હષદભાઇ મકવાણા, રમેશભાઇ બાવળિયા, આમીનભાઇ કુરેશી સહિતના 25થી વધુ યુવાનોએ જાપાનની મિયાવાકી પદ્ધતિથી લાલચંદન, બોરસીલ, નીલગીરી, કરંજ, અવન ચવન, કદમ, ગુંદા, સાગ સહિત અનેક જાતના મોટા, નાના અને ફૂલઝાડનું 550 જેટલા વાવેતર કરીને એક નવા પ્રકારની પદ્ધતિ દ્વારા વૃક્ષ વાવેતર અને ઉછેર જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વૃક્ષોના રક્ષણ અને તેના જતન માટે પણ યુવાનોનું આયોજન હોવાનું જાણવા મળી રહ્યુ છે.

મિયાવાકી પદ્ધતિથી ઓછી જમીનમાં વધુ છોડનો ઉછેર
જાપાનમાં ખેડૂતે કરેલા પ્રયોગમાં જમીનને 10 મીટર ઓરસ ચોરસ ખોદીને તળાવ, દેશીખાતર દ્વારા જમીન પોચી બનાવાય છે. અને ત્રિકોણ આકારમાં મોટા ચવન જેવા વૃક્ષ ત્યારબાદ નજીક ક્ષુપ પ્રકારના મોગરા અને ત્યાર બાદ ફૂલઝાડના નાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જેના કારણે પાણીનું સમતોલ જળવાઇ રહે છે.

અન્ય સમાચારો પણ છે...