તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સાયલામાં યુવાનના ગળા પર તિક્ષણ હથિયારથી હુમલો

સાયલા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 વર્ષ પહેલાનાં કેસમાં સમાધાનની ના પાડતાં હુમલો કર્યો

સાયલાના જીન કંમ્પાઉન્ડમાં આવેલા રજવાડી હનુમાન મંદિરના પરિસરમાં દલીત યુવાનના ગળાના ભાગે છરી વડે રાવળદેવ યુવાને હુમલો કર્યો હતો. 3 વરસ પહેલા દલવાડી યુવાન સાથેના કેસનું સમાધાનની ના પાડતા યુવાન ઉપર હીચકારો હુમલો થયાનું બહાર આવતા પોલીસે દલવાડી યુવાન સહિત 2 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સાયલા તાલુકામાં પ્રવેશદ્વારે આવેલા જીન કંમ્પાઉન્ડમાં રજવાડી હનુમાન મંદીરમાં બેઠેલા સંજયભાઇ જીવણભાઇ રાઠોડને ગળાના ભાગે છરીથી હુમલો કરતા શહેરમાં બનાવ ટોક ઓફ ટાઉન બન્યો છે.

આ બનાવની ફરિયાદ મુજબ 3 વર્ષ અગાઉ દલવાડી સમાજના યુવાનો સાથે ઝગડાનો કેસ કોર્ટમાં ચાલુ છે. ત્યારે દલવાડી સંજયભાઇ વાઘેલા સમાધાન માટે દબાણ કરતો હતો. પરંતુ સંજયભાઇએ સમાધાનની ના પાડતા આ બાબતને લઇને રાવળદેવ હિતેષભાઇ પ્રેમજીભાઇએ સંજયને જાતીથી અપમાનિત કરીને ગળાના ભાગે અને શરીરના ભાગે છરીથી અને પાઇપથી હુમલો કરી નાસી છુટયો હતો. આ બાબતની ગામના યુવાનો અને પરિવારને જાણ થતા યુવાનને સાયલા દવાખાને યુવાનને લઇ જવાયો હતો.

પરંતુ ગળાના ભાગે ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયો હતો. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. અને મંદિર પાસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્તા ગોઠવી દીધો હતો અને સાયલા પોલીસે ગુનો દાખલ કરીને પોલીસે હુમલો કરનાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો