પ્રેરણા દાયક કિસ્સો:કિશોરીએ જીન પાસે ભણવાની ઈચ્છા વ્યક્ત કરી, કાકાએ ખેતીકામ મુકાવી ભત્રીજીની ઈચ્છા પૂરી કરી

સાયલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક પર દોડવાની પ્રેક્ટિસ કરી ગામની પ્રથમ દીકરી લોકરક્ષક દળમાં પસંદગી પામી

સાયલાના નોલી ગામની 5 ભાઇ બહેનોના સયુકત કુટુંબમાં રહેતી દીકરી નિયમિત ભણવા માટે જીન પાસે વરદાન માગ્યું અને કાકાએ ભણાવવાથી નોકરી સુધીની સફરમાં જીનનું કામ કર્યાનો પ્રેરણા દાયક કિસ્સો સામે આવ્યો છે. નોલીની પ્રાથમિક શાળાના શિક્ષકે પાઠયપુસ્તકમાં અલાદીન ચીરાગના જીન બાબતે ભણાવતા હતા અને જીન મનની ઇચ્છા પૂર્ણ કરે જીનની વાતોથી વિદ્યાર્થીઓને મજા પડી અને શિક્ષકે પણ વિદ્યાર્થીને જીન મળે તો તમે 3 વરદાન કયા માંગો તેનું ગૃહકાર્ય આપ્યું દરેક વિદ્યાાર્થીઓ ગૃહકાર્ય લાવ્યા હતા.

પરંતુ ખેતમજૂરી કરતા રબારી રામભાઇ પૂંજાભાઇની દીકરી લાભુબેન ગૃહકાર્યમાં જીન વરદાન આપે તો હું પ્રથમ સમૃદ્ધ દેશ, બીજુ ભ્રષ્ટ્રાચાર મુકત દેશ અને ત્રીજુ વરદાન મારે ભણવું છે આગળ વધવું છે. પણ ઘરના વડીલો ના કહે છે. તેમને મનાવી દે કે મને આગળ ભણાવે તેવા ઇચ્છા લેખિત બતાવી ગૃહકાર્ય જોઇ શિક્ષક નીતિનભાઇ પંચાલે તેમના કાકા દેવાભાઇ રબારીને દીકરીની ગૃહકાર્યની ચીઠ્ઠી બતાવતા કાકાએ જીનનું કામ આપણે પૂર્ણ કરવાની નેમ લીધી.

પરંતુ 5 બહેનો અને એક ભાઇમાં બીજા નંબરના વિધાર્થી લાભુબેન 13 વર્ષે ખેતરમાં કામ અને પશુપાલન, નાના ભાઇ બહેન સાચવવાના જેથી સ્કૂલે જવાનો સમય જ ન રહે કાકા દેવાભાઇએ લાભુબેનેને કામ છોડી નિયમિત સ્કૂલ અને વધુ ભણાવવાની વાત પરિવારજનો કરી અને ઉચ્ચત્તર શિક્ષણ માટે લાભુબેન અમદાવાદ, કડી ગામે શિક્ષણ મેળવી સાયન્સના વિષય સાથે 12 ધોરણ પાસ કરનાર ગામડાની પ્રથમ દીકરી બની.

દરમિયાન એલઆરડીની ભરતીમાં લેખિત પરીક્ષા પાસ કરી. ફિઝિકલી ટેસ્ટ માટે દોડ, લાંબી કૂદની , તૈયારી માટે કાકા દેવાભાઇએ 6 વિઘામાં ટ્રેકટરથી જમીન સમથળ કરી દોડવા માટેનો ટ્રેક બનાવી આપ્યો અને સુરતમાં લોક રક્ષક દળમાં 2020માં પસંદગી પામી નોલી ગામની પ્રથમ દીકરી સરકારી નોકરીયાત બની. આજે પણ તેઓ કોલેજના છેલ્લા વરસમાં અભ્યાસ કરે છે.

હવે કાકાનું સ્વપ્ન પૂર્ણ કરીશ
ભણવાની ઇચ્છા અને નોકરી માટેની તાલાવેલી મારા કાકાના કારણે પૂર્ણ કરી છે. હવે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને કાકાનું સ્વપન પણ સાકર કરીશ. > લાભુબેન રબારી

અન્ય સમાચારો પણ છે...