કામોમાં તેજી:હડતાળમાં બંધ ક્વોરીની અંદાજે 50,000 ટન કપચી સહિત બ્લેક સ્ટોનના સ્ટોકની હેરફેર શરૂ થશે

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હડતાળમાં બંધ કવોરીની કપચી સહિત બ્લેક સ્ટોનના સ્ટોકની હેરફેર શરૂ થશે. - Divya Bhaskar
હડતાળમાં બંધ કવોરીની કપચી સહિત બ્લેક સ્ટોનના સ્ટોકની હેરફેર શરૂ થશે.
  • 16 દિવસના ક્વોરી ઉદ્યોગની હડતાળથી બિલ્ડર અને બાંધકામ બમણા વેગથી શરૂ થશે

ગુજરાતનો સૌથી મોટો અને ગુણવત્તામાં મોખરાનું સ્થાન ધરાવતા ક્વોરી ઉદ્યોગ હડતાળનો અંત આવતા બિલ્ડર, બાંધકામ અને સરકારી કામોમાં તેજી આવશે લોખંડ, સિમેન્ટ અને ઇંટોના ધરખમ ભાવ વધારા છતાં કપચીની માંગ વધી છે. હડતાળમાં બંધ ક્વોરીની અંદાજીત 50,000 ટન કપચી સહિત બ્લેક સ્ટોનના સ્ટોકની હેરફેર શરૂ થશે જેના કારણે ટ્રક, ડમ્પર, ટ્રેકટર, જીસીબી, હીટાચી સહિત વાહનોના ચડત હપ્તા, 2000 વાહન ચાલકોના માસિક પગાર કુલ રૂ. 25 લાખ અને 3000 શ્રમજીવી પરિવારની રોજીરોટી પ્રશ્ન હલ થયો છે.

ટ્રેડર્સ, સ્પેર પાર્ટસ, વેલ્ડરો, વર્કશોપ,મશીનરી સહિતના લગત ઉદ્યોગ રાબેતા શરૂ થતા આગામી દિવસોમાં બજારમાં તેજીનો માહોલ જોવા મળશે. કપચીના અભાવે બિલ્ડરોના બાંધકામ બંધ થયું અને 15 દિવસમાં સિમેન્ટના ભાવમાં વધારો થતા કોન્ટ્રાક્ટરો પરેશાની ભોગવી રહ્યા હતા. હડતાળનો અંત આવતા ફરી બિલ્ડરો અને રસ્તાના કામોમાં કપચી, ગ્રીટ, રેફો મળતા અધુરા કામો શરૂ થયા છે.

આ બાબતે બિલ્ડર ભગવાનભાઇના જણાવ્યા મુજબ ક્વોરીના માલિકોની હડતાળનો અંત આવ્યો છે. સરકાર ક્વોરીના પ્રશ્ન જલદી ઉકેલે જેથી ફરી હડતાળની દહેશત દૂર થાય અને અટકેલા કામો ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યકત કરી હતી.

ક્વોરી માલિકો અંદાજીત માસિક 15 લાખ ટન કપચી રોયલ્ટી સાથે મોકલે છે. ત્યારે સરકારને 9 કરોડ અને માસીક 15 લાખ લીટર ડીઝલના વપરાશની જીએસટીની રકમ રૂ. 9 કરોડની આવક સરકારની તિજોરીમાં જમા થાય તેવો અંદાજ આગામી દિવસોમાં જોવા મળશે.

લોકાપર્ણ અને કામના આરંભનું મુર્હુત થશે
આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હડતાળનો અંત આવતા સરકારે દરેક જિલ્લાના રસ્તા, બ્રિજ અને પૂર્ણ કામોના લોકાપર્ણ અને વધુ વિકાસના કામોના ખાતમુહૂર્ત માટે તંત્ર પાસે યાદીઓ મગાવી રહ્યાનું જાણવા મળી રહ્યુ છે.

વિકાસમાં પાયાના પથ્થર બની રહેલો ક્વોરી ઉદ્યોગ
સાયલાથી ધોલેરા પ્રોજેકટ, સરખેજથી ધોલેરાના 6 લેન ન્યુ રોડ, બહુચરાજીનો રેલવે પ્રોજેકટ, મેટ્રો, બુલેટ ટ્રેન, મ્યુ.કોર્પો. કામો, અમદાવાદ-રાજકોટના 6 લેન કામો, રેલવેના G રાઇડના પ્રોજેકટના કામો સહિતના અનેક કામો માટે સાયલા ક્વોરી ઉદ્યોગ આધારિત છે. ગુણવત્તમાં મોખરાનું સ્થાન ધરાવતા પથ્થરથી અટવાયેલા કામો પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...