હડતાળ સમેટાઇ:પ્રશ્ન હલ કરવાની સરકારે ખાતરી આપતાં ક્વોરી ઉદ્યોગની હડતાળ 17 દિવસ બાદ સમેટાઈ

સાયલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાડા માપણી, ખનીજની કિંમત માટે કમિટી બનાવી 3 માસમાં પોલિસી બનાવાશે
  • જિલ્લાના​​​​​​​ 30 ક્વોરી અને 70 લીઝ ધારકો ક્વોરીની હડતાળમાં જોડાયા હતા

ગુજરાતના વિકાસમાં પાયારૂપે ક્વોરી ઉદ્યોગની 17 દિવસની હડતાળ બાદ સરકાર હરકતમાં આવી અને સોમવાર તા. 16-05-2022ના રોજ ક્વોરી માલિકો સાથે ગાંધીનગરની બેઠકમાં ખાડા માપણી તથા ખનીજ કિંમત બાબતે સંયુક્ત કમિટી બનાવી 3 માસમાં પોલીસી બનાવવા સાથે RTO સાથેના લીકેંજને દૂર કરવાની કાર્યવાહી સાથે ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોની સહમતી સાથેના નિર્ણય સાથે ક્વોરી ઉદ્યોગની હડતાળ સમેટાઊ છે. સુરેન્દ્રનગર જિલ્લાની આજીવિકા સમાન 130 ક્વોરી અને 70 લીઝ ધારકોએ ક્વોરીના પ્રશ્નો સરકાર ઉકેલ ન લાવતા ક્વોરીની હડતાળમાં જોડાયા હતા. કારણે શ્રમજીવીઓની રોજીરોટીનો પ્રાણ પ્રશ્ન બન્યો હતો.

સતત 17 દિવસની હડતાળના કારણે સરકારની તિજોરીમાં રોયલ્ટી અને ડીઝલ, એકસ પ્રોલોગિવ મટિરિયલના જીએસટી સહિત આવકને તાળા લાગ્યા હતા. જિલ્લામાં ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને ટ્રાન્સપોર્ટરને આર્થિક ફટકો પડ્યો હતો. અને આથી જ હરકતમાં આવેલી સરકારે લડી લેવાના મુડમાં આવેલા મક્કમ ગુજરાત ક્વોરી એસોસિયેશન સાથે સમાધાન બેઠક શરૂ કરી હતી. જેમાં ક્વોરી માલિકોના મહત્વના પ્રશ્નો બાબતે ટૂંક સમયમાં નિવેડો લાવવાની બાહેધારી આપતા ગુજરાત ક્વોરી એસોસિયેશન અને હોદેદારોએ ક્વોરી ઉદ્યોગની હડતાળ સમેટી લીધી છે.

આ પ્રશ્નોનો ઉકેલ લાવશે

  • ખનીજ કિંમત, ખાડા માપણી અંગે તંત્ર, એસોસિયેશનના પ્રતિનિધિ કમિટી બનશે અને 3 મહીનામાં પોલીસી નકકી થશે.
  • પોલીસી નક્કી ન થાય ત્યાં સુધી માપણી-દંડ કરવામાં નહીં આવે.
  • જૂની તથા નવી લીઝોમાં રોયલ્ટી અને પ્રિમિયમ બાબતે એકસૂત્રતાના નક્કી કરવામાં આવશે.
  • આરટીઓ બાબતે 7 દિવસમાં દરખાસ્ત કરાશે.
  • ક્વોરી જોન ડિક્લેર બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
  • બ્લેકટ્રેપ ખનીજની લીઝોમાં હાર્ડ મુરમ, માટી ખનીજ ઉમેરી કરવા અંગે હકારાત્મક નિર્ણય.
  • RTO સાથેના લીકેંજને દૂર કરવાની કાર્યવાહી 7 દિવસમાં કરવામાં આવશે
અન્ય સમાચારો પણ છે...