તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કોરોનામાં વતન ગયેલા શ્રમજીવીઓ પરિવાર સાથે ઝાલાવાડ પરત ફર્યા

સાયલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં મહામારી કોરોનાની બીજી લહેરમાં પરપ્રાંતિય મજૂરો પરિવાર સાથે વતન પહોંચી ગયા હતા. જેના કારણે રસ્તા, બાંધકામ, કવોરી ઉધોગ અને ખાસ કરીને ખેડૂતો ચિંતિત હતા. પરંતુ વરસાદના આગમન સાથે શ્રમજીવી પરિવાર સાથે આગમન થતા ઉઘોગકારો અને ખેડૂતોમાં નવો સંચાર જોવા મળ્યો હતો.

જિલ્લાના સિકસ કે ફોર લેન, ક્વોરી, સિરામિક અને ખેત મજૂરોમાં એમ.પી, બિહાર, કલકતા, સહિત અનેક પ્રરપ્રાંતિય પરિવારો ઝાલાવાડમાં વસવાટ કરે છે. કોરોના મહામારીની બીજી લહેરમાં અંદાજીત 2000 પરપ્રાંતિય મજૂરો પોતાના વતન પહોંચી ગયા હતા. જેના કારણે ઉધોગકારો, કોન્ટ્રાક્ટર અને ખેડૂતો ચિંતિત હતા. કોરોનાનો કહેર ઓછો થતા ફરી શ્રમજીવી પરિવાર ઝાલાવાડમાં પાછા આવી રહ્યા છે.

ક્વોરી ઉદ્યોગમાં હેવી મશીનચાલક પરપ્રાંતીય
સદગુરુ ક્વોરીના માલીક ભરતસિંહ રાઠોડના જણાવ્યા મુજબ ક્વોરી ઉઘોગમાં 1500થી વધુ પરપ્રાંતિય મજૂર છે. હીટાચી, જીસીબી સહિત હેવી મશીનો ચલાવતા મજૂરો વગર એસ્ટિમેન્ટ મુજબ માલ સપ્લાય કરી ન શકતા કવોરી આર્થિક મુશ્કેલીમાં થાય છે.

વરસાદ-શ્રમજીવીનું આગમન આનંદદાયક
જયેશભાઇ પટેલના જણાવ્યા મુજબ વાવેતરના પાકમાં દવા, ખાતર, નિંદામણ, પાણી, આંતરખેડ સહિતની મજૂરી મોંધી પડી રહી છે. હાલમાં શ્રમજીવી પરિવાર ખેતર, વાડીને અડધભાગે અને મજૂરી ભાગે લેવા આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને વરસાદ-શ્રમજીવીનું આગમન આનંદદાયક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...