વિવાદ:કારમાં આવેલા શખસોએ અગાઉની ફરિયાદનું મનદુ:ખ રાખી માર માર્યો

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયલાના છડિયાળી ગામથી શાંતિનગર જતાં બાઈકચાલકને

સાયલાના છડિયાળી ગામે રામદેવપીરનું આખ્યાન જોઇ શાંતિનગર જતા બાઇક ચાલકને રસ્તામાં રોકીને બોલેરો કારમાં આવેલા કાઠી દરબાર અને અજાણ્યા યુવાને અગાઉની ફરિયાદનું મનદુ:ખે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે બોટાદ દવાખાને લઇ જવામાં આવ્યો હતો. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સાયલાના શાંતિનગર (સેજકપર) ગામે રહેતા ધીરાભાઇ પસવાભાઇ જમોડ બાઇક લઇને છડિયાળી ગામે રામદેવપીરનું આખ્યાન જોવા આવેલા અને રાત્રીના 12 કલાકે શાંતિનગર જતા હતા. આ દરમીયાન નિંભણી ડેમના રસ્તામાં બોલેરો કાર આગળ કરી બાઇક ઊભુું રખાવ્યું હતું. અને સેજકપર ગામના રાજુભાઇ મનુભાઇ કાઠી દરબાર લોખંડનો પાઇપ અને અજાણ્યા યુવાને ઉતરી આવ્યા હતા.

ત્યારબાદ ધીરાભાઇને તને અને તારા ભાઇ કાનજીભાઇને બહુ હવા છે તેમ કહીને કાનજીભાઇ કેમ ફરિયાદ કરી તેમ કહીને ગાળો આપી ધીરાભાઇને અજાણ્યા માણસે પકડી રાખી રાજુભાઇએ લોખંડનો પાઇપ હાથે અને પગે માર મારીને ઇજા કરી ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી કાર લઇ નાસી છૂટ્યા હતા.

ધીરાભાઇએ રાડા-રાડ કરતા લોકો દોડી આવ્યા હતા અને પરિવારજનોને જાણ થતા સાયલા, સુરેન્દ્રનગર અને વધુ સારવાર માટે બોટાદ દવાખાને લઇ જવામાં આવ્યા હતા. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...