વિવાદ:સાયલામાં લીંબાળા ફીડર 8 દિવસથી બંધ રહેતાં કચેરીએ ખેડૂતોનો હંગામો

સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 ગામના 50થી વધુ ખેડૂતો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે
  • અપૂરતા વીજપ્રવાહને લીધે કૂવામાંથી પાણી ખેંચી શકાતું નથી

સાયલાના અનેક ફીડરો બંધ હોવાની બુમરાડો વચ્ચે 8 દિવસથી લીંબાળા ફીડર બંધ રહેતા ખેડૂતો પરેશાન થઇ રહ્યા હતા. આથી રોષે ભરાયેલા 4થી વધુ ગામોના ખેડૂતો સાયલા વીજ કચેરીએ ધસી ગયા હતા. જ્યાં નિયમિત વીજ પ્રવાહ આપવા માંગ કરી જો લીંબાળા ફીડર ચાલુ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંન્ધા માર્ગ અપનાવાની પણ ચિમકી આપી છે.

સાયલા તાલુકામાં સતત બીજા દિવસે પરેશાન ખેડૂતો વીજ તંત્રની કચેરીએ ધસી ગયા હતા લીંબાળા ફીડરના 8 દિવસના ફોલ્ટ બાબતે કોઇ રજુઆત સાંભળતા ન હોવાના કારણે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. અનિયમિત બનેલા લીંબાળા ફીડરને કારણે સુદામડા, થોરીયાળી, છડીયાળી, નથુપુરા સહિતના ગામના ખેડૂતો પરેશાન થઇ રહ્યા હતા. આથી તાલુકા પંચાયત સદસ્ય વાઘજીભાઇ લીંબડીયા, દયાળભાઇ પ્રજાપતિ, લાખાભાઇ કરપડા, કુલદીપભાઇ ખવડ, અભેસંગભાઇ સહિતના અંદાજીત 50થી વધુ ખેડૂતો સાયલા વીજ કચેરીએ ધસી ગયા હતા.

જ્યાં ખેતીના વીજ પ્રવાહની પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહયા હોવાની રજુઆત કરી હતી. થોરીયાળીની સીમ જમીનમાં કપાસ અને છડીયાળીમાં કપાસ અને શાકભાજીનો પાકને પાણીની જરુરીયાત છે ત્યારે તેવા સમયે કુવા, બોરના પાણીનો ઉપયોગ વીજ પ્રવાહના બંધ થવાના પાણી છોડી શકાતું નથી. છેલ્લા એક માસથી અપુરતા વીજના કારણે ખેડૂતોના પાકને ફાલ અને ફુલનો વૃધ્ધી દર ઘટી રહયો છે. પરંતુ આઠ દિવસથી સદતંર વીજ પ્રવાહ બંધ થતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતુ હોવા સહિતની પણ રજુઆત કરી હતી. આ બાબતે લીંબાળા ફીડર ઝડપભેર કાર્યરત કરવા માંગ કરી હતી અને જો તેમ ન થાય તો આંદોલનની ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...