તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ સાઈકલ ડે:છોકરીઓને ભણતી કરવા સાઈકલ શીખવાડી હતી

સાયલા19 દિવસ પહેલાલેખક: પરેશ રાવલ
  • કૉપી લિંક
  • સાયલામાં વર્ષ 2006માં કાશીપરાની એક પણ છોકરી ધોરણ 7થી વધુ ભણી નહોતી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં પહેલેથી જ શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. તેમાં ગામડાની વિધાર્થિનીઓનું ભણતર તો ધો.7 પછી પૂરું થઇ જતું હતું. પરંતુ સાયલા રાજશોભાગ આશ્રમના પ્રેમના પ્રોજેકટ થકી કાશીપરાથી વિદ્યાર્થિનીઓ માટે અભ્યાસ માટે સાઈકલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે આજે કાશીપરાની સાથે અન્ય 5 ગામની 100થી વધુ વિદ્યાર્થિનીઓ સાઈકલ લઇને સાયલા ભણવા માટે આવે છે. એટલું જ નહી પરંતુ પોતાના ભાવિનું ઘડતર પણ કરી રહી છે.

2006-07માં એલ.એમ.હાઇસ્કૂલની ટીમ કાશીપરા ગામે શિક્ષણના પ્રચાર માટે ગઇ હતી. ત્યારે આ ગામમાં એક પણ વિદ્યાર્થિની ધો.7થી આગળ ભણેલી ન હતી. વિદ્યાર્થિનીઓનો ભણવાનો ઉત્સાહ જોઇને પ્રેમની પરબના ચંદ્રકાંતભાઇ વ્યાસે એક સાઈકલ આપી હતી. દિકરીઓને પહેલા સાઈકલ શીખડાવો અને ત્યાર પછી તમામ દિકરીઓને અમે સાઈકલ આપીશુ. ગામની દિકરી સાઈકલ લઇને સાયલા ભણવા માટે આવશે અને અમે તેમને ભણાવીશું.

દિકરી અને ગામના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને એક સાઈકલની ગામની ઘણી દિકરીઓ સાઈકલ શીખી ગઇ પછી પ્રેમની પરબ અંતર્ગત આપવામાં આવેલી સાઈકલ લઇને દિકરીઓ શાળાએ આવા લાગી તે જ વર્ષમાં ધો.8માં એક સાથે 32 દિકરીઓએ પ્રવેશ મેળવી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા લાગી. ધીરે ધીરે સાઈકલ લઇને આવતી વિદ્યાર્થિનીઓની સંખ્યા વધવા લાગી.

આજે કાશીપરાની સાથે નવાણીયા, નળીયા, નવાસુદામડા, મદારગઢ સહિતના ગામ માંથી 105 જેટલી દિકરી સાયલા અભ્યાસ માટે આવે છે. જે ગામમાં ધો.7 પછી કોઇ દિકરી ભણતી ન હતી તે એક માત્ર સાયકલના સથવારે આજે ઉચ્ચ અભ્યાસ કરીને સારી નોકરી મેળવી પગભર થઇ છે.

ઝાલાવાડમાં 109 શિક્ષકે સાઈકલ માટે રૂ 400ની લોન લીધી હતી
એક જમાનો હતો ગામડાની શાળાના મેદાનમાં શિક્ષક સાઈકલ મૂકે ત્યારે શિક્ષકનું માન અને મરતબો અનોખો હતો. મારું વતન કુકડા ગામ ગજાનંદ મગનલાલ મહેતા નામ પરંતુ કર્મસ્થાન બનાવ્યું. સાયલા 1961માં ચોટીલાના મેવાસા પ્રા.શાળામાં દાખલ થયો.

ત્યારબાદ સૌ પ્રથમ રૂ. 120ની હિંદ સાઈકલ ખરીદી હતી. બદલીઓના દોરમાં સાયલા, વખતપર, સેજકપર, અણીદ્રા, સમઢીયાળા, વસ્તડી, મઢાદ શિક્ષકની ફરજ બજાવતો પણ સાયકલ લઇને સમયસર શાળાએ પહોંચી જતો ગામના દદી અને દુ:ખી લોકો માટે ઇમરજન્સી સેવા એટલે ગામના શિક્ષકની સાયકલ જ હોય તે ઉપયોગી બનતી સરકારે પણ આ બાબતની નોંધ લીધી હતી. અને સરકારે શિક્ષકોને સાયકલ માટે લોનની સુવીધા આપી જેના કારણે જિલ્લાના 109 શિક્ષકોની સાયકલની લોન પાસ થયેલી જેનો દસ્તાવેજ પુરાવો પણ છે.

અન્ય સમાચારો પણ છે...