તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભાડુકા પાસે ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા પત્નીનું મોત

સાયલા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલાનો રબારી પરિવાર સુરાપુરા દાદાના દર્શન કરી પરત આવતા કારને અકસ્માત નડ્યો
  • કાર પલટી મારતા 3 મહિલા, બે બાળકો અને બે પુરૂષને ઇજા

ચોટીલાના રબારી પરિવાર પોતાની કાર લઇને દુધઇ ગામે સુરાપુરા દાદાના દર્શન કરી પરત આવી રહ્યા હતાં. આ દરમિયાન ભાડુકા પાસે કાર ચાલકે સ્ટેયરીંગ કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા 3 મહિલા, 2 બાળકો અને બે પુરુષોને ગંભીર ઇજા થતા સારવાર માટે સાયલા, સુરેન્દ્રનગર અને રાજકોટ દવાખાને લઇ જવાયા હતા. જેમાં કાર ચાલકના પત્નીનું મોત થયું છે. ચોટીલાના ચામુંડા નગરમાં રહેતા રબારી બિજલભાઇ જેઠાભાઇ ખાંભલા તેમના પત્ની બાયાબેન, દિકરો ધરમશીભાઇ, પત્ની લાભુબેન અને દિકરો ધૃવ, ભાણેજ દશરથભાઇ લુણી તેમજ બિજલભાઇના નાના દિકરા અરજણભાઇના પત્ની લાભુબેન સ્વીફટ કાર લઇને દુધઇ ગામે સુરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ બપોરના સમયે ચોટીલા તરફ જતા હતા પરત આવી રહ્યા હતા.

આ દરમિયાન ભાડુકા પાસે કાર ચાલક ધરમશીભાઈએ સ્ટેયરીંગ કાબુ ગુમાવતા નજીકના ઝાડ સાથે અથડાઇને કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ધરમશીભાઇને નાક અને શરીરના ભાગે તેમજ લાભુબેન માથાના ભાગે, ધૃવ અને દશરથને શરીરના ભાગે ઇજા થતા સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતાં. જયારે ઇજાગ્રસ્ત ધરમશીભાઇ, બીજલભાઇ અને બાયાબેનને સાયલાથી સુરેન્દ્રનગર દવાખાને લઇ જવાયા હતા. અને રાજકોટ સારવાર લઇ રહેલા લાભુબેન ધરમશીભાઇ ખાંભલાનું મોત થયું હતુ.

આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જિલ્લામાં અપમૃત્યુના બનાવ પણ વધી રહ્યા છે. નવલગઢ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 યુવકના મોત નીપજ્યા હતા. આ બંને બનાવને લઇ પરિવારજનોમાં શોકનું મોજું ફેલાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...