સાયલામાં રાજપૂત ચોરાના પ્રાચીન લક્ષ્મીનારાયણ મંદિરને રૂ.45 લાખના ખર્ચે નવનિર્મિત કરવા માટે સંકલ્પ કર્યો છે. જેના ખાતમુહૂર્ત બાદ શિલાન્યાસ વિધિ સંતો અને સમાજના અગ્રણીઓના હસ્તે કરાઈ હતી. સાયલામાં પ્રાચીન રાજપૂત ચોરાના લક્ષ્મીનારાયણ મંદિર ભકતો માટે આસ્થાને સ્થાને છે. જેને નવનિર્મિત કરવા માટે કારડિયા સમાજ દ્વારા સંકલ્પ કર્યો છે.
અંદાજીત રૂ. 45 લાખથી વધુ રકમથી શિખરબંધ મંદિર બનાવવા માટેની નેમ જોવા મળે છે. પૌરાણિક મંદિરના ખાતમુહૂર્ત બાદ શિલાન્યાસ વિધિના પાવન પ્રસંગે 10 થી વધુ યજમાનોએ આરાધ્ય દેવનું પૂજન અર્ચન અને યજ્ઞ દ્વારા આહુતિ આપી હતી.
આ પ્રસંગે સાયલા લાલબાપા મંદિરના મહંત દુર્ગાદાસજી અને અમરધામ છલાળાના મહંત જનકસિંહ સાહેબ સાથે સમાજના અગ્રણીઓએ શિલાન્યાસ કરીને આશિર્વચન આપતા જણાવ્યું કે માતૃભૂમિ, ધર્મ અને સંસ્કૃતિના રક્ષા કાજે રાજપૂત સમાજનું યોગદાન છે. ત્યારે પ્રાચીન મંદિરના નવનિર્મિતથી પોતીકા ધર્મનો ઉજાગર થશે અને સમાજને સંસ્કાર, ભકિતના સિંચન થશે.આ પ્રસંગે સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિરના નિર્માણ માટે યુવાને ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.