તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વિદેશીઓને લોભાવતી મગફળીનો 18825 એકરનો પાક સૂકાઈ ગયો, ખેડૂતોને નુકસાન

સાયલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મગફળીનો પાક વરસાદની ખેંચમાં સૂકાતો જોવા મળે છે. - Divya Bhaskar
મગફળીનો પાક વરસાદની ખેંચમાં સૂકાતો જોવા મળે છે.
  • વિદેશ સુધી પહોંચતી મઘમઘતી મઠડીના પાકમાં વરસાદનો કાળો કહેર

ઝાલાવાડની સાયલા,ચોટીલાની લાલ રેતાળ જમીનમાં ખેડૂતો જાત મહેનતથી મગફળી (મઠડીનું વાવેતર થયું છે. પ્રોટીન અને ચરબીયુક્ત મઠડી વિદેશની ધરતીમાં ઉતારવાના હરખમાં ખેડૂતોની મગફળની વરસાદે મજા બગાડી છે. મગફળીનો પાક સૂકાઇ જતા 18825 હજાર એકરમાં ઊભેલા વાવેતરને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ઝાલાવાડના ચોટીલા, સાયલાના નવા સુદામડા, વખતપર, ગોસળ, ભાડુકા સહિત મોટાભાગની લાલ રેતાળ જમીનમાં મગફળીનું વાવેતર થાય છે. ગુણવત્તા અને મબલક પાક સાથેનો ઉતારો જોવા મળે છે. ખેડૂતો સેન્દ્રીય ખાતરના સહારા દ્વારા સજીવ ખેતી શરૂ કરી છે.

જેના કારણે ગત વરસે મબલક ઉત્પાદન થતા મગફળી (મઠડી)ના રૂ.925થી 1000ના ભાવ હતો. આ વર્ષે ખેડૂતોએ ઉજળી આશાએ 18825 એકરથી વધુ મગફળી (મઠડી)નું વાવેતર કર્યું છે. 500થી વધુ ખેડૂતે પિયતમાં એકરે 40થી 50 અને બિન પિયતમાં 25થી 30 મણનો ઉતારો લેવાની ગણતરી હતી. પરંતુ મગફળીમાં સુયા બેસવાના સમયે વરસાદ ન થતા મગફળીમાં દાણા ન બંધાયા અને બંધાયેલા દાણા ગોગડા વળી જતા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેથી ખેડૂતોને નુકસાન છે.

3.50 લાખ ખર્ચીને બમણું વાવેતર કર્યું
ગત વર્ષે 700 મણ મગફળીના ઉત્પાદનમાં અંદાજીત 6.50 લાખની આવક થતા સારા વરસાદની આશાએ 3.50 લાખ ખર્ચ કરીને મગફળીનું બમણું વાવેતર કર્યું. 40 વીધામાં મગફળી સુકાતા નિષ્ફળ પાકની દહેશત મંડરાઇ છે. - ચંદુભાઇ શ્રીમાળી,ડોળિયા

ખેડૂતોને આર્થિક ફટકો પડશે
મગફળીના ઉત્પાદનમાં 20 ટકા છે ત્યારે સુયા બેસવાના સમયે વરસાદના અભાવે પાક નિષ્ફળ જઇ રહ્યો છે. જેના કારણે રાજકોટ સહિત અન્ય વેપારીઓની ખરીદી ઘટશે અને બજારમાં મગફળીની આવક ઘટતા ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડશે. - જીવરાજભાઇ ડાયાભાઇ પટેલ,નવા સુદામડા

અન્ય સમાચારો પણ છે...