ગૌરવ:સુદામડાની યુવતીએ શિક્ષણમાં અવ્વલ નંબરે સ્થાન મેળવ્યું

સાયલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવી માતા-પિતાનું સપનું પૂર્ણ કર્યું
  • વાંટાવચ્છના​​​​​​​ વતની કાઠી દરબાર પરિવારની દિકરીએ શિક્ષણની આગવી ઓળખ ઉભી કરી

સાયલા તાલુકામાં દિકરીઓનું શિક્ષણ માતા-પિતા આધારીત જોવા મળે છે ત્યારે વાંટાવચ્છના વતની કાઠી દરબાર પરિવારની દિકરીએ શિક્ષણની આગવી ઓળખ ઉભી કરી છે યુનિવર્સિટીમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મળતા માતા-પિતાનું ખુબ ભણાવવાનું સ્વપ્ન પૂર્ણ થશે અને કાઠી સમાજમાં શિક્ષણની જાગૃતિ જોવા મળશે. આજે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે પરંતુ સાયલા તાલુકો આર્થીક અને શૈક્ષણીક પછાત જોવા મળે છે અને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ નહિવત છે. ખાસ કરીને આ વિસ્તારમાં દિકરીઓનું શિક્ષણ માતા-પિતા આધારીત જોવા મળે છે ત્યારે વાંટાવચ્છના વતની ખેતીવાડી ધરાવતા કાઠી દરબાર હકુભાઇ લઘુભાઇ ખવડ અને તેમના પત્ની કમળાબા પોતાની સૌથી મોટી દિકરી સપનાબેનને ખુબ ભણાવવી છે. તેવા મનસુબા સાથે સુદામડાની પ્રાથમિક શાળામાં દાખલ કર્યા દિકરીના શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહનો ઉત્સાહ અને ધગશના કારણે ઉચ્ચ અભ્યાસ માટે સુરેન્દ્રનગર, રાજકોટમાં શિક્ષણ અપાવ્યું સાયન્સના વિષયમાં રુચી હોવાના કારણે સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સિટીમાં સપનાબેને B.sc(Microbiological)માં સિલ્વર મેડલ મેળવ્યો કાઠી દરબાર પરિવારોમાં દિકરીઓમાં ઉચ્ચ અભ્યાસ ઓછો જોવા મળે છે ત્યારે કાઠી દરબારની દિકરી સપનાબેને P.G.D.M.L.T લેબ ટેકનીશીયનમાં પણ ગોલ્ડ મેડલ મેળવીને સાયલા તાલુકા અને કાઠી દરબાર સમાજની દિકરીઓના શિક્ષણને ઉજાગર કર્યુ છે આજે પણ સપનાબેન તેમના એક બહેન અને ભાઇને શિક્ષણનો રાહ બતાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...