તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન જાગૃતિ:સુદામડાના નિવૃત્ત શિક્ષક રકતદાતાઓનું સન્માન કરી રક્તદાન માટે પહેલ કરે છે

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં રક્તદાતાઓની જાગૃતિ માટે અનોખો પ્રયોગ સફળ સાબિત થયો છે
  • 10થી વધુ રક્તદાન કેમ્પના 600થી વધુ રક્તદાતાઓને સન્માનિત કર્યા

સુદામડાના નિવૃત શિક્ષકે ગામડામાં શિક્ષણ સાથે રક્તદાન કેમ્પ કરી રક્તદાતાઓનું સન્માન કરવાની અનોખી પહેલના કારણે ગામડાઓમાં રક્તદાનની જાગૃતિ આપી છે. અને 600થી વધુ રક્તદાતાઓના મોમેન્ટો આપીને પ્રોત્સાહીત કરે છે. દાતાઓ અને સમુહ ભોજન પાછળ રૂ. 4થી વધુ લાખનો ખર્ચ કરનાર શિક્ષક ઉદાહરણ રૂપ બન્યા છે.

સાયલાના સૌથી મોટું ગામડુ 8000ની વસ્તી ધરાવતા સુદામડા શહેરની ડી.પી. શાહ હાઇસ્કુલમાં 37 વષર્ની સેવા આપનાર શિક્ષક હર્ષદભાઈ જાદવજીભાઇ શુકલ 2007 વય મર્યાદાથી નિવૃત થયા સન્માન સમારંભમાં હષર્રદભાઇએ લોહી બહુ વહ્યું હવે, લોહી આપો કહી ગુરુદક્ષીણામાં લોહી માંગ્યુ હતું. અને સુદામડામાં પ્રથમ રક્તદાન કેમ્પ કર્યો જેમાં 120 રકતદાતાઓ હતા. ગામડામાં લોહી આપવાની માનસીક અંધશ્રધ્ધા અને ભયને દૂર કરવા સાયલા, સુદામડા, ધાંધલપુર, ધજાળા, સામતપર જેવા ગામો અને મોટા ગામોમાં એકથી વધુ વખત રક્તદાન કેમ્પ ત્યારબાદ અંદાજીત 600થી વધુ રક્તદાતાઓ સાથે સમુહભોજન અને થેલા, ગીતાજી, ટીફીનની સહિત અનેક મોમેન્ટો આપીને અંદાજીત 4 લાખના સ્વખર્ચે કર્યો છે. રક્તદાતાઓના સન્માનની પહેલ કરનાર ગુજરાતના પ્રથમ નિવૃત શિક્ષક છે. આજે પણ સાયલા તાલુકામાં કનૈયાગીરીબાપુ, ભરતબાપુ અને ગોવિંદભાઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ ગામડે ગામડે જઇને હર્ષદભાઈ શુકલ રક્તદાતાઓ ઉભા કરી રક્્તદાન કેમ્પનું આયોજન કરે છે. ત્યારે શિક્ષક આજના વર્લ્ડ રક્તદાતા દિવસે ઝાલાવાડ માટે સન્માનજનક અને લોક જાગૃતિનું ઉદાહરણ રૂપ બન્યા છે.

યુવાન ભાઇ-બહેનોને રક્તદાન માટે સમુહભોજનને માધ્યમ બનાવે છે. પરમાર્થે સેવાના ઉદેશની રક્તદાતાનું લોહી બનતા 3 માસ લાગે. રકતદાતા નવલોહીયા બને તે માટે ચોખ્ખા ઘી વાનગી સાથે સમુહભોજનને માધ્યમ બનાવી યુવાન ભાઇ-બહેનોને રક્તદાતા તરીકે તૈયાર કરે છે. રક્તદાન શિબિરનું આયોજન કરે છે.

ગામડામાં રક્તદાનની જાગૃતિ અને ભય દૂર કરવાનો સંકલ્પ કર્યો
એક જ્ઞાતિના યુવાને આવી કહ્યું સાહેબ પરિવાર માટે લોહીની જરૂર છે મેં કહ્યુ તું લોહી આપ અને સામે લોહી મળે, પરંતુ યુવાન લોહી આપવા નહિ રૂપિયા આપવા તૈયાર હતો. યુવાનના રક્તદાનના ભય અને અંધશ્રધ્ધા હું પામી ગયો. ઘટના બાદ ગામડામાં રક્તદાનની જાગૃતિ અને રક્તદાનનો ભય દૂર કરવાનો સંકલ્પ કર્યો. > હર્ષદભાઈ શુકલ,નિવૃત શિક્ષક,સુદામડા

અન્ય સમાચારો પણ છે...