સાયલાના થોરિયાળી ડેમમાંથી ખેડૂતોને રવિ પાક માટે પીએફનું પાણી કરાય છે. આથી અનામત પાણી જથ્થામાં મુશ્કેલી જોવા મળે તેમ હતું. આથી આ બાબતે સાયલા સરપંચ અને સદસ્ય મામલતદારને આવેદન આપીને પીએફ પાણી બંધ કરાવવા રજૂઆત કરી છે. સાયલાના 16 હજારથી વધુ વસ્તી ધરાવતા સાયલા શહેરમાં એક માત્ર થોરિયાલી ડેમ પીવાના પાણીની હજાર સ્તોત્ર છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સુદામડા સહિત અનેક ગામોના ખેડૂતોને થોરિયાળી ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે. સાયલાનો અનામત જથ્થો રાખીને પીવાના પાણીની સમસ્યા ન થાય તે વા હેતુથી તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ થોરિયાળી ડેમમાં પુરાણ અને ઉનાળાના કપરા દિવસમાં પાણીની અછત સર્જાય તેવી સ્થિતિ જોવા હાલમાં જોવા મળે છે.
સાયલા શહેરમાં દરેક જાતકને પાંચથી વધુ દિવસે પાણી મળી રહ્યું છે. ત્યારે એકમાત્ર થોરિયાળી ડેમમાં પાણીના સ્તોત્ર ઓછો થતાં પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થશે આ બાબતે સરપંચ અજયસિંહ ઝાલા, પીન્ટુભાઇ જાડેજા, જીવરાજભાઈ પટેલ, ચંદુભાઇ ડાભી, વિક્રમભાઈ અઘારા અને ત્રિકમભાઇ પટેલ સહિત અને સદસ્યોએ પીવાના પાણીની સમસ્યા સર્જાય તે પહેલા થોરીયાળી ડેમમાંથી છોડવામાં આવેલું પાણી બંધ કરવા માટે મામલતદારને રજૂઆત કરી છે. આ બાબતે પાણી છોડવાનું બંધ ન કરવામાં આવે તો આમરણાંત ઉપવાસ તેમજ આંદોલનની ચીમકી પણ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.