ધોળીધજાથી 42 કિમીના અંતરે મોરસલ ડેમ સુધીની સૌની યોજના ગોકળગતીએ ચાલે છે. ત્યારે સાયલાના ભાજપ કાર્યકર્તા, ખેડૂત આગેવાનો, સરપંચ સહિતના ખેડૂત આગેવાનોએ ધારાસભ્યને યોજના ઝડપભેર પૂર્ણ થાય તે માટે રજૂઆત કરી હતી. આ બાબતે તંત્રના અધિકારી, કોન્ટ્રાકટર સાથે ધારાસભ્યે યોજના પૂર્ણ કરવા અને 30 જુના સુધીમાં કાર્યવંત થશે તેવી આશા સેવાઇ રહી છે.
સાયલા તાલુકામાં વરસાદના ખેચના કારણે કુવા, તળાવ અને બોરમાં નહીવત પાણી જોવા મળે છે. ખેડૂતો માટે સી઼ચાઇ અને મહિલાઓ માટે પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. શહેરને પીવાના અને અનેક ગામોને સિંચાઇના એક માત્ર પાણીના સ્ત્રોત સમાન થોરીયાળી ડેમ ખાલી થતા ખેડૂતો અને પ્રજાજનો જીવ તાળવે જોવા મળી રહયા છે.
એક માત્ર નર્મદાના પાણીના વિકલ્પ બનેલા આ ધોળીધજા ડેમથી સૌની યોજના હેઠળ લી઼ંક 3 દ્વારા મુળીના ગોદાવરી ગામે પમ્પીંગ સ્ટેશન અને સબ સ્ટેશન ગોસળ બનાવવાની કામગીરી ગોકળગતીએ જોવા મળે છે. ભાજપના અગ્રણી જીગ્નેશભાઇ સભાણી, ગંભીરસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ પટેલ, વિપુલભાઇ દેવજીભાઇ અને વખતપર સરપંચ પરસોત્તમભાઇ પાંદડીયા અને મોહનભાઇ સભાણી સહીતના અનેક આગેવાનોએ ધારાસભ્ય કીરીટસિંહ રાણાને સૌની યોજના 4 વરસથી ખોરંભે હોવાની રજુઆત કરી હતી.
લીંબડી-સાયલા ધારાસભ્ય કીરીટસિંહ રાણાએ રાજકોટ પાણી પુરવઠા અધિકારી અને કોન્ટ્રાકટર SPML ઇન્ફ્રા. લીના કર્મચારીઓને આડે હાથે લઇને ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યુ હતુ. વધુમાં સમય મર્યાદા બાબતે 30 જુન સુધીમાં કામ પૂર્ણ કરવાની કીરીટસિંહ રાણાએ તાકીદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.