આયોજન:સાયલા આશીર્વાદ વિકલાંગ કેન્દ્રમાં દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો

સાયલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલાના આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર દ્વારા આયોજીત દિવ્યાંગજનો માટેના સ્પે. ખેલ મહાકુંભમાં ક્રિકેટની રમત સાથે અનેક શારીરિક અને માનસિક રમતોનું આયોજન કરાયું હતું. જેમાં 851 દિવ્યાંગે ભાગ લીધો હતો.અને ક્રિકેટમાં લીંબડી ટીમનો વિજય થતા રાજ્યકક્ષાએ રમવા માટે જનાર છે.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સાયલાના આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર દ્વારા આયોજીત દિવ્યાંગજનો માટેના 5 દિવસનો સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું. જેમાં શારીરિક ક્ષતિ ધરાવતા 401, શ્રવણ ક્ષતિના 76, 332 માનસિક ક્ષતિ ધરાવતા રમતવીરો સહિત કુલ 851 દિવ્યાંગે ભાગ લીધો હતો.

જેમાં ટ્રાઇસિકલ, વ્હીલ ચેર રેસ, લાંબી કૂદ, ચક્ર, ભાલા ફેક સહિતની અનેક શારીરિક અને માનસિક રમતોનું આયોજન કરાયું હતુ. રસપ્રદ બનેલા ક્રિકેટની રમતમાં લીંબડી, સાયલા અને વઢવાણની ટીમના 42 દિવ્યાંગે ભાગ લીધો હતો જેમાં લીંબડી ટીમનો વિજય થતા રાજ્યકક્ષાએ રમવા માટે જનાર છે.

અન્ય સમાચારો પણ છે...